એક્ટ્રેસ પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે સાયબર ક્રાઈમમાં કરી અરજી
ફિલ્મ એભિનેત્રી પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. પાયલનુ કહેવુ છે કે, એજાજ ખાને એક વિડિયો સોસિયલ મિડિયામાં મુક્યો છે. જેમાં તેની સામે ખોટા આક્ષેપ કર્યા છે અને સાથો સાથ ખરાબ ટિપ્પણી કરી છે. એટલુંજ નહી એજાજ ખાને જે રીતે ટિપ્પણી કરી છે અને ધમકી આપી છે તેનાથી તેના જીવનો જોખમ છે સાથો સાથ જે પ્રકારે તેને ટિપ્પણી કરી છે તેનાથી તેના પરિવારજનોને દુખ લાગ્યું છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: ફિલ્મ એભિનેત્રી પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. પાયલનુ કહેવુ છે કે, એજાજ ખાને એક વિડિયો સોસિયલ મિડિયામાં મુક્યો છે. જેમાં તેની સામે ખોટા આક્ષેપ કર્યા છે અને સાથો સાથ ખરાબ ટિપ્પણી કરી છે. એટલુંજ નહી એજાજ ખાને જે રીતે ટિપ્પણી કરી છે અને ધમકી આપી છે તેનાથી તેના જીવનો જોખમ છે સાથો સાથ જે પ્રકારે તેને ટિપ્પણી કરી છે તેનાથી તેના પરિવારજનોને દુખ લાગ્યું છે.
પાયલે પોતાના વકીલ સાથે સાયબર ક્રાઈમમાં પહોંચી અરજી આપી ફરિયાદ કરી છે. ત્યારે પોલીસને કહેવુ છે કે, એજાજ ખાનને ગુરુવારે મુંબઈ સાયબર ક્રાઈમ બ્રાંચે એક વિડિયો કેસમાં ધરપકડ કરી છે ત્યારે તેમને ક્યાં વિડિયો કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેની તપાસ કરશે અને જે વિડિયોને લઈ પાયલે ફરિયાદ આપી છે તેજ વિડિયો હશે તો આ અરજી મુંબઈ મોકલી અપાશે.
વલસાડ: લોક સુનાવણીના વિરોધમાં એક સાથે 420 લોકોએ આપી આત્મવિલોપનની ચીમકી
અમદાવાદ ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગીએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ટીવીના રીયાલીટી શો બીગ બોસ ફેમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોચી હતી. થોડા દિવસો અગાઉ એજાઝ ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એજાઝે ભડકાઉ વાતો કહી હતી જે અંગે પાયલે આક્ષેપ કર્યો છે કે, વિડીઓ દ્વારા એજાઝે તેને બદનામ કરવાની કોશિશ કરી છે.
મહેસાણા: નંદાસણ ખાતે 50 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું નિતીન પટેલે કર્યું લોકાપર્ણ
પાયલનું કહેવું છે કે, તેના ચરિત્ર અંગે પણ ખોટી વાતો કરી છે. જેને લઈ પાયલ રોહતગી તેના વકીલ સાથે સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાવવા પોંહચ્યા હતા. પરંતુ આ અંગે સાયબર ક્રાઈમેં હાલ અરજી જ લીધી હતી. કારણ કે, વિડીયો અંગે મુંબઈમાં પણ ગુનો દાખલ થયેલ છે જેમાં એજાઝ ખાનની ધરપકડ થઇ ચુકી છે. તેમાં છતાં સાયબર ક્રાઈમેં પાયલની અરજી સ્વીકારી હતી અને અરજી મુંબઈ પોલીસને મોકલી આપવા પણ જણાવ્યું હતું.
સુરત: દહેજની માગ કરી પતિએ પત્નીને અડધી રાત્રે જાહેરમાં આપ્યા તલાક
જુઓ Live TV:-
એજાઝ ખાનના વીડીયોમાં બે સમુદાય વચ્ચે પણ અસ્પૃશ્યતા ફેલાય તે પ્રકારની ભડકાઉ વાતો કરી હતી. પાયલે એવો પણ આક્ષેપ કર્યો છે કે, વીડીયોમાં પાયલને અપમાનિત કરવામાં આવી છે તે કઈ ફિલ્મમાં કામ કરે છે તે અંગે પણ એજાઝે ટીપ્પણી કરી છે. આમ પાયલની છબી ખરાબ થાય તે પ્રકારની ટીપ્પણી એજાઝે વીડીયોમાં કરી છે.