મૌલિક ધામેચા/અમદાવાદ: સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલિસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને DGP શિવાનંદ ઝા દ્વારા ફીટનેશ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સીટીમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં સૌ પ્રથમ પોલીસકર્મીઓની એક્સસાઈઝ માટે જીમ બનાવાયું હતું. અને આ જીમ બનાવવા પાછળ કારણ એ છે કે, સતત કાયદો વ્યવસ્થા અને સમાજના રક્ષણ માટે કામના ભારણ હેઠળ રહેતા પોલિસ કર્મચારીઓનું જીવન પણ બીમારીનો બોજ બની બેઠેલું છે. એટલુજ નહિ પણ પોલીસના અનિયમિત નિત્યક્રમનાં કારણે હાર્ટ એટેક અને બ્લડ પ્રેસરથી અનેક પોલીસ જવાનના મૃત્યુ થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. 


યોગ અને કસરતથી અનેક બીમારીના ઈલાજ થઈ શકે છે. જેથી સતત કામમાં વ્યસ્ત રહીને તણાવ ગ્રસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ એકસસાઈઝ કરીને પોતાનુ સ્વાસ્થય અને જીવનને તંદુરસ્ત બનાવે માટે પોલીસને ટ્રેનીંગ દરમ્યાન પણ યોગ અંને કસરતો કરાવવામાં આવતી હોય છે. બાદમાં રૂટીન ફરજોનાં કારણે ફીટનેશ બાબતે કાળજી નહી લેતા અનફીટ થાય છે.


ગુજરાત: લાંચ માટે સરકારી બાબુઓએ શોધી નવી પદ્ધતિ, ‘આ છે કોર્ડવર્ડ’


પોલીસ જવાનોની જીવન શૈલીની વાત કરીએ તો તડકો - છાંયડો હોય કે પછી વરસાદ,સતત સમાજના રક્ષણ માટે બંદોબસ્ત અને પેટ્રોલીંગમાં રહે છે. 24 કલાકની નોકરીના નામે પોલીસ જવાન અનિયમિત બની ગયા હોવાથી ગંભીર બીમારીનો શિકાર બને છે. તાજેતર માર્ચ 2018 થી એપ્રિલ 2019 સુધીમાં પોલીસ વેલફેર હોસ્પીટલમા પોલીસ કર્મચારીઓના ચેકઅપ દરમ્યાન ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે.


  • 6147 જેટલા પોલીસ જવાનોના થયા મેડીકલ ચેકઅપ

  • 3917 જેટલા જ પોલીસ જવાનો સ્વસ્થ હતા

  • 703 પોલીસ જવાનોને વ્યસનને લઇ બીમારીની સામાન્ય અસર

  • 1155 પોલીસ જવાનો ગંભીર બીમારીથી પીડાય છે

  • 775  જવાન હાઇપર ટેન્શન કે હદયની બીમારીનો શિકાર છે 

  • 380  પોલીસકર્મીઓ ડાયાબીટીસ સાથે જીવી રહ્યા છે

  • 249  પોલીસકમીઓમાં પાંડુરોગ કે લોહીની ઉણપ દેખાઈ 


હવે સરકારી કર્મચારીઓને 10 લાખને બદલે 20 લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવાશે


પોલીસ કર્મચારીની વાત હોય તો ફકત પુરુષ પોલીસ જ ગંભીર બીમારીથી નથી પીડાતા પંરતુ મહિલા પોલીસ જવાનની પણ કફોડી પરિસ્થિતી સામે આવી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાઓના મેડીકલ ચેકઅપ દરમ્યાન મોટી સંખ્યામાં મહિલાઓ હોમોગ્લોબીંગની ખામીના કારણે પરેશાન જોવા મળી છે.


નવા ડોક્ટરોએ હવે ફરજિયાત એક વર્ષ ગામડાઓમાં સેવા આપવી પડશે


સામાન્ય રીતે પોલીસ કર્મચારીઓ ફરજના ભારણ અને પ્રજાની ઉપેક્ષાનો ભોગ બનતા હોય છે. જેથી પ્રજા અને પોલીસ વચ્ચે તાલમેલનો અભાવ અને પોલીસ કર્મચારીઓ કામના ભારણના કારણે સતત તણાવગ્રસ્ત જીવન પસાર કરતા હોય છે. જેથી પોલીસ સ્ટેશનમા જીમની સુવિધા સાથે જ ન્યુટ્રીશન કે ફીટનેશ એક્સપર્ટની મદદ લેવાપણ પોલીસ જવાનોને DGP દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. 


LIVE TV....