વલસાડ : વાપી રેલવે સ્ટેશનની નજીક બે શ્રમજીવી મહિલાઓ માલગાડીની અડફેટે આવી જતા તેમના મોત નિપજ્યા હતા. વહેલી સવારે દુર્ઘટના સર્જાઇ હોવાનું અનુમાન છે. વાપી અને કરમબેલી રેલવે સ્ટેશન વચ્ચે આ અકસ્માત સર્જાઇ હતી. રેલવેના પાટે ચાલીને હિજરત કરવા જઇ રહેલા બે શ્રમીક મહિલાઓ દમણગંગા બ્રિજ પર માલગાડીની અડફેટે આવી જતા તેમનું મોત નિપજ્યું હોવાનું અનુમાન હાલ તપાસ કરી રહેલી રેલવે પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોઇડામાં સામે આવ્યા COVID-19ના 5 નવા કેસ, યુપીમાં Corona દર્દીઓની સંખ્યા 56 પહોંચી
જો કે હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, આ બે મહિલાઓ માત્ર એકલી જઇ રહી હતી કે તેમની સાથે કોઇ હતું. આ મહિલાઓનાં પરિવાર વિશે ભાળ મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર  બંન્ને મહિલાઓને કદાચ હાલના લોકડાઉન અંગે ખ્યાલ નહી રહ્યો હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ મુસાફર ટ્રેન સંપુર્ણ બંધ છે. પરંતુ માલગાડીઓ ચાલી રહી છે. આ માલગાડી દમણગંગા બ્રીજ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે આ બંન્ને મહિલાઓ ટ્રેનની અડફેટે આવી હોય તેવી શક્યતા છે.


રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્રનો નિર્દેશ: બેઘર, પ્રવાસી મજૂરોને સુવિધાઓઓ આપે
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજ પ્રમાણમાં ખુબ જ સાંકડો હોવાના કારણે આ બંન્ને મહિલાઓને બચવાની તક નહી મળી હોય. જેના કારણે ટ્રેનની અડફેટે બંન્નેનું મોત નિપજ્યું હશે. હાલ પોલીસ દ્વારા મહિલાઓની ઓળખ કરીને તમામ દિશામાં તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત આ મહિલાઓ સાથે કોણ કોણ હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. રેલવે પોલીસ દ્વારા આ પ્રકારે પાટા પર હિજરત નહી કરવા માટે અપીલ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube