અમદાવાદ : પોતાના 40 વર્ષના કાર્યકાળ દરમ્યાન પોતાના કલાયન્ટસ પાસેથી જે ગ્રહણ કર્યું  અને શિખ્યા તેને આધારે બ્રાન્ડ સ્ટ્રેટેજીસ્ટ અને એફસીબી ઉલ્કાના સીઈઓ એમ્બી એમ જી પરમેશ્વરન નામનુ શિર્ષક ધરાવતુ ‘SPONGE- Leadership Lessons I Learnt From My Clients’ નવુ પુસ્તક લઈને આવ્યા છે. અમૂલ ડેરીના ઈનચાર્જ મેનેજીંગ ડિરેકટર અને જીસીએમએમએફ લિ.ના સિનિયર જનરલ મેનેજર (પ્લાનિંગ એન્ડ માર્કેટીંગ) જયેન મહેતા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા સમારંભમાં પુસ્તકના વિમોચન માટે મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ્બીએ તેમના પુસ્તકમાં રતન તાતા, અઝીમ પ્રેમજી, ડો. વી. કુરિયન જેવા અત્યંત ખ્યાતનામ બિઝનેસ લીડર્સ સાથેના પ્રેરણાદાયક પરામર્શની પુસ્તકમાં રજૂઆત કરી છે. આ પુસ્તક વાંચનાર કોઈ પણ વ્યક્તિ માટે આ પરામર્ષ  લાંબા ગાળા માટે પ્રેરક પદાર્થપાઢ આપી શકે તેમ છે. માર્કેટીંગ, સેલ્સ, અને વિજ્ઞાપનની દુનિયાની તેમના 4 દાયકાની યાદો તાજી કરતાં એમ્બી એમ જી પરમેશ્વરન જણાવે છે કે "હું નસીબદાર છું કે મને અદ્ભૂત વિઝન ધરાવનાર લીડર્સ મળ્યા છે અને હું તેમની પાસેથી ઘણું શિખ્યો છું. આ બધા વર્ષોનો નોંધપાત્ર અનુભવ એક સાથે એકત્રિત સ્વરૂપે પુસ્તક તરીકે મુકવાની બાબત મારા માનસમાં હંમેશાં અગ્રતા ધરાવતી હતી અને તેથી જ  હું  ‘SPONGE- Leadership Lessons I Learnt From My Clients’ લખવા પ્રેરાયો છું."


પુસ્તકના રજૂઆત સમારંભના મુખ્ય મહેમાન જયેન મહેતાએ જણાવ્યું કે "પરમેશ્વરને લખેલુ વૃતાંત રસપ્રદ હોવા ઉપરાંત વિચારપ્રેરક પણ છે. કલાયન્ટસથી માંડીને માર્કેટીંગ અને વિજ્ઞાપનની દુનિયામાં કામ કરતા લોકો પોતાને આ પુસ્તક સાથે સાંકળી શકે છે. એજન્સીના દિવસોમાં અવારનવાર બનતી ઘટનાઓનુ તેમાં પ્રતિબિંબ રજૂ કરવામાં આવ્યું છે." 


આ પુસ્તક બિઝનેસ કે કારકિર્દીને જોમવંતી બનાવવા ઈચ્છતા વ્યક્તિને લાભદાયી નિવડી શકે તેમ છે. આ પુસ્તક વિજ્ઞાપનની દુનિયાની આસપાસની વાતો દર્શાવતુ હોવા છતાં તેમાં ગ્રાહક અને કલાયન્ટ સાથે જોડાવા માટે તેમને 'સાંભળવા'ની બાબત ખૂબ જ મહત્વની બની રહે છે તે બાબત ઉપર ભાર મૂકે છે.