ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ કાર્યવાહી આવતીકાલથી શરૂ, જાણો ક્યાં કરાવાનું રહેશે રજીસ્ટ્રેશન
ડિપ્લોમામાંથી (Diploma) ડિગ્રી એન્જિનિયરિંગની (Degree Engineering) પ્રવેશ કાર્યવાહી આવતીકાલથી શરૂ થશે. ઉમેદવારોએ (Candidates) પ્રવેશ માટે www.gujacpc.nic.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન (Online Registration) કરાવવાનું રહેશે
અતુલ તિવારી/ અમદાવાદ: ડિપ્લોમામાંથી (Diploma) ડિગ્રી એન્જિનિયરિંગની (Degree Engineering) પ્રવેશ કાર્યવાહી આવતીકાલથી શરૂ થશે. ઉમેદવારોએ (Candidates) પ્રવેશ માટે www.gujacpc.nic.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન (Online Registration) કરાવવાનું રહેશે. 1 જુલાઈથી 15 જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને 26 જુલાઈએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
ઉમેદવારોને પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહીમાં સુગમતા રહે તે માટે જિલ્લા સ્તરે ઇજનેરી કોલેજ ખાતે 98 જેટલા સાયબર સેન્ટરોની વ્યવસ્થા કરાઈ છે. પ્રથમ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ 3 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન કરી શકાશે. ઓનલાઈન ફી ભરીને પ્રવેશ નિશ્ચિત કરવાનો સમયગાળો 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન રહેશે.
આ પણ વાંચો:- અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલી વધી, કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 12 ઓગસ્ટથી કરવામાં આવશે. રાજ્યની કુલ 128 કોલેજોમાં રહેલી 44,229 બેઠકો માટે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. વિદ્યાર્થી પ્રવેશ સમિતિના હેલ્પલાઈન નંબર 079-26566000 પરથી જરૂરી માહિતી પણ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube