સરકારની એડવાઇઝરી, મીઠાઈ ફરસાણના વેપારીઓએ કુકિંગ ઓઇલની વિગતો નોટીસ બોર્ડ પર લગાવવી પડશે
ગાંધીનગરઃ તહેવાર આવતા ખાવા-પીવાની વસ્તુમાં ભેળસેળ અને ડુપ્લિકેડ વસ્તુના વેચાણની વાતો સામે આવતી રહે છે. ત્યારે તંત્ર દ્વારા આ દરમિયાન ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે. હવે ફરસાણ અને મીઠાઈમાં થતી ભેળસેળ અટકાવવા માટે રાજ્ય સરકારે એક એડવાઇઝરી બહાર પાડી છે. આ એડવાઇઝરી પ્રમાણે ફરસાણના વેપારીઓએ દુકાનની બહાર બોર્ડ લગાવી તેમાં કુકિંગ ઓઇલની વિગતો લખવાની રહેશે.
ફરસાણનો વેપાર કરતા વેપારીઓએ નોટિસ બોર્ડ પર કુકિંગ ઓઇલની વિગતો, જેમાં ખાદ્ય તેલના પ્રકારો અને ફેટની માહિતી લખવાની રહેશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. ડેરી આધારીત ઉત્પાદનોના સ્ત્રોતનો રેકોર્ડ નિભાવવનો રહેશે. કોઈ પણ જાતના અમાન્ય કલર સુગંધિત દ્રવ્ય કે એડીટીવ્સ વાપરવાના રહેશે નહીં.
દુધની બનાવટો માટે પેક અથવા લુઝ મીઠાઇમા બેસ્ટ બીફોર/ યુઝડ બાય ડેટ અવશ્ય લખવાની રહેશે. ખાદ્ય તેલનો વારંવાર ઉપયોગ કરવાનો રહેશે નહીં. હંગામી ધોરણે માંડવા અથવા શામિયાણા નાખી વેચાણ કરતા વેપારીઓએ પણ FSSAIનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવુ પડશે.
જુઓ Live TV