અમિત રાજપૂત/ અમદાવાદ: બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ છે. જમીન સંપાદનની પ્રક્રિયા ગુજરાત સરકાર કરી રહી હોવાથી કેન્દ્ર સરકાર તે બાબતે કશું કહી શકે નહીં તેઓ કેન્દ્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અરજદારોએ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં કોઈ માંગણી ન કરી હોવાથી કેન્દ્ર સરકારે કશું કહેવાનું રહેતું નથી તેવો કેન્દ્ર સરકારનો દાવો કર્યો છે. જરૂર પડે વિગતવાર સોગંદનામુ કરવાની હાઈકોર્ટ પાસે છૂટ માંગી છે. અગાઉ રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામામાં દાવો કર્યો છે. ખેડૂતોનો બંને સરકારોની એફિડેવિટ સામે  વિરોધ છે. ત્યારે આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.