અફઘાનિસ્તાનથી હેમખેમ પરત આવ્યો ગુજરાતી યુવક, કહ્યું-કેમ્પમાં હતા એટલે સલામત હતા
અફઘાનિસ્તાન (Afghanistan Crisis) પર તાલિબાને કબજો (Taliban Terror) મેળવ્યો છે. ત્યારે ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે નવસારીના ચીખલીનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યો છે. આ યુવાન રોજગાર અર્થે અફઘાનિસ્તાન ગયો હતો. જે હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન (Afghan Lives Matter) થી પરત આવેલ ડેરીક લાડે ઝી 24 કલાકની વાતચીતમાં જણાવ્યું કે, ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમજ આવનારા સમયમાં હજુ પણ પરિસ્થિતિ ખરાબ થશે.
સ્નેહલ પટેલ/નવસારી :અફઘાનિસ્તાન (Afghanistan Crisis) પર તાલિબાને કબજો (Taliban Terror) મેળવ્યો છે. ત્યારે ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે નવસારીના ચીખલીનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યો છે. આ યુવાન રોજગાર અર્થે અફઘાનિસ્તાન ગયો હતો. જે હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન (Afghan Lives Matter) થી પરત આવેલ ડેરીક લાડે ઝી 24 કલાકની વાતચીતમાં જણાવ્યું કે, ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમજ આવનારા સમયમાં હજુ પણ પરિસ્થિતિ ખરાબ થશે.
અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યા બાદ ભારતીયો પોતાના વતન પરત ફરી રહયા છે. ત્યારે અફઘાનિસ્તાનના કાબુલ (kabul)માં અમેરિકાના કેમ્પમાં નવસારીના પણ કેટલાક યુવાનો રોજગાર અર્થે ગયા હતા. જેઓ પોતાના માદરે વતન પરત ફર્યા છે. જેમાં ચીખલીના એક યુવાને અફઘાનિસ્તાનની પોતાની વ્યથા જણાવતા ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જણાવ્યું હતું. ઇન્ડિયન એમ્બેસી અને અમેરિકાની મદદથી આજે પરત ઘરે ફર્યા હોવાનું તેણે કહ્યું. સાથે જ આવનારા સમયમાં હજી પણ પરિસ્થિતિ વધુ ખરાબ બનશે તેવુ તેનુ કહેવુ છે.
ડેરીક લાડ છેલ્લા ચાર વર્ષથી અફઘાનિસ્તાનમાં નોકરી કરતા હતા. જોકે અમેરિકન કેમ્પમાં નોકરી હોવાથી તેઓ સલામત હતા. તેઓને તાલીબાની આતંકનો સામનો કરવો પડ્યો ન હતો. આ વિશે તેઓ કહે છે કે, હુ ચાર વર્ષથી ત્યાં નોકરી કરી હતો. એચકાય કેમ્પસમાં હું કામ કરતો હતો. પરંતુ અચાનક આવુ થયુ અમને ત્યાંથી નીકળવુ પડ્યું. અમેરિકાના સપોર્ટથી અમે કતાર આવ્યા અને કતારથી ઈન્ડિયન એમ્બેસીએ મદદ કરીને અમને અહી પહોંચાડ્યા. કાબુલથી કતાર અમને અમેરિકન સૈન્યએ મોકલ્યા. અમે કેમ્પમાં હતા એટલે સલામત હતા. બાકી કાબુલમાં રસ્તાઓ પર તો હાલત બહુ જ ખરાબ હતી.