Afghanistan Out Of World Cup 2023: અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થનારી 5મી ટીમ બની ગઈ છે. ટુર્નામેન્ટની એક મેચમાં અફઘાનિસ્તાનની ટીમ અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેચમાં અફઘાન ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમનો નેટ રન રેટ -0.338 છે જ્યારે ન્યુઝીલેન્ડનો 0.743 છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની ટીમને નેટ રન રેટના મામલે કિવી ટીમથી આગળ જવા માટે 434 રનથી મેચ જીતવી જરૂરી હતી, પરંતુ ટીમ પ્રથમ બેટિંગ કરતા 244 રન જ બનાવી શકી હતી. આવી સ્થિતિમાં જો તે જીતશે તો પણ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવ્યો અવસર...રૂડો અવસર! દાદાના ધામમાં બની રહ્યું છે સૌથી મોટું રસોડું! 1 લાખથી વધુ..


ન્યુઝીલેન્ડના 9 મેચમાં 10 પોઈન્ટ છે જ્યારે અફઘાનિસ્તાનના 8 મેચમાં 8 પોઈન્ટ છે. જો અફઘાનિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકા સામે જીત નોંધાવે છે તો તેના 9 મેચમાં 10 પોઈન્ટ થઈ જશે, પરંતુ ટીમ તેના નેટ રન રેટના કારણે ટેબલમાં ટોપ-4માં સ્થાન મેળવી શકશે નહીં. અત્યાર સુધી ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. જ્યારે ન્યુઝીલેન્ડનું પણ સેમીફાઈનલ રમવું નિશ્ચિત છે. પાકિસ્તાનનો નેટ રન રેટ પણ ઘણો ખરાબ છે.


ભાવનગર સેન્ટ્રલ સોલ્ટની ડ્રેનેજમાં મોટી દુર્ઘટના; ગેસ ગળતરથી એકનુ મોત, મચ્યો ઉહાપોહ


ટુર્નામેન્ટ યાદગાર રહી
ભલે અફઘાનિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી. પરંતુ વર્લ્ડ કપ 2023 તેના માટે યાદગાર રહ્યો. ટીમે 3 ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યું હતું. આ ત્રણેય ટીમ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી. અફઘાનિસ્તાન 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે. પાકિસ્તાન સહિત ટોપ-8 ટીમોને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મળશે. ટૂર્નામેન્ટની મેચો પાકિસ્તાનમાં રમાવાની છે.


કાળી ચૌદશે મહુડી દર્શને જતા દર્શનાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર: આ વર્ષે રવિવારે હવન
 
અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. ટીમ 2019 વર્લ્ડ કપમાં એક પણ મેચ જીતી શકી નથી. વર્લ્ડ કપ 2023ની મેચમાં પાકિસ્તાનનો શનિવારે ઈંગ્લેન્ડ સામે મુકાબલો થવાનો છે. આ મેચ પર પણ બધાની નજર છે