વડોદરાઃ તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબ છે. અફઘાનિસ્તાનના નાગરિકો પોતાનો જીવ બચાવવા માટે અન્ય દેશમાં જવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી અફઘાનિસ્તાનના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. આ દ્રશ્યો લોકોને વિચલિત કરી રહ્યાં છે. અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પણ પોતાના દેશ અને પરિવારની સ્થિતિને લઈને ચિંતામાં મુકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી ચિંતા
વડોદરાના એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ છે. અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અને પોતાના પરિવારને લઈને આ વિદ્યાર્થીઓમાં ભય જોવા મળી રહ્યો છે. એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમે અમારા પરિવારની સાથે સંપર્કમાં છીએ. અમારા પરિવારજનો ઘરમાં જ રહે છે. તેમણે કહ્યું કે, અમે અહીં સુરક્ષિત છીએ પરંતુ અમને સતત અમારા દેશ અને પરિવારની ચિંતા થઈ રહી છે. 


આ પણ વાંચોઃ આશરે 1.5 વર્ષ બાદ આજથી ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થશે પ્રત્યક્ષ સુનાવણી


અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમારા દેશે વર્ષો પહેલા તાલિબાનનો આતંક જોયો છે. મહિલાઓ અને બાળકો સાથે બર્બરતા કરવામાં આવતી હતી. એમએસમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ભારત, અમેરિકા સહિત અન્ય દેશો મદદમાં આવે અને મધ્યસ્થા કરે તેવી પણ આશા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનના કુલ 11 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. 


તો સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાન વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વાત કરી હતી. તેમણે યુનિવર્સિટીના કુલપતિને પણ વિદ્યાર્થીઓને સહયોગ કરવાની સૂચના આપી છે. પાટીલે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે પણ કુલપતિ સાથે વાત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube