મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના સાબરમતી (Sabarmati) વિસ્તારમાં બે ભાઈઓની થયેલી હત્યા કેસમાં 11 વર્ષ પછી બે આરોપીઓ પકડાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા સુરત વિસ્તારમાંથી બન્ને આરોપીઓને ઝડપી લેવાયા છે. જ્યારે આ કેસમાં 15 આરોપીઓની સંડોવણી સામે આવતા અગાઉ ત્રણ આરોપીઓને પોલીસ પકડી પાડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2009માં સાબરમતી (Sabarmati) વિસ્તારમાં ધંધાકીય હરીફાઈની અદાવતમાં બે વ્યક્તિઓની ઉપર હુમલો (Attack) કરવામાં આવ્યો અને આ બંને સગાભાઇઓના મોત નિપજતા સાબરમતી પોલીસે (Sabarmati) ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી હતી. જોકે 12 વર્ષ બાદ પણ હત્યા કેસ (Murder Case) માં કેટલાક આરોપીઓ ફરાર હતા. જેને શોધવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) તપાસ કરતા સુરત વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

NRI ડિપોઝીટમાં થયો 90 ટકાથી વધુનો ઘટાડો, ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો


આરોપી બબલુ કુશવાહ અને સુંદર સિંઘ કુશવાહની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે સામાન્ય તકરારમાં બન્ને ભાઈઓની હત્યા (Murder) કરવામાં આવી હતી. બનાવ અંગે વાત કરીએ તો આરોપી ભૂરા સિંહ કુશવાહ અને તેના ભાઈ સહિત ભત્રીજો અમદાવાદ એરપોર્ટ પર ઉભા રહીને ચણાચોર ગરમનો વેચવાનો વ્યવસાય કરતા હતા.


આ દરમિયાન તેમના જ ગામના 4 અન્ય લોકો એરપોર્ટ પર આવી ચણાચોર ગરમ વેચવા લાગ્યા હતા. જેથી ધંધાકીય હરિફાઈને કારણે ઝઘડા થવા લાગ્યા અને અવારનવાર મારામારી પણ થતી હોવાથી અદાવત રાખી હુમલો કરવા માટે પ્લાનિંગ કર્યું હતું. જેમાં 22 નવેમ્બર 2009ના રોજ રામ અવતાર પ્રજાપતિ અને તેના ચાર સાળાઓ એરપોર્ટથી ઓટો રીક્ષામાં બેસી સાબરમતી (Sabarmati) જતા હતા. 

Gujarat: આ વખતે 126 ટકા થયું ટેક્સ કલેક્શન, દેશના ઘણા રાજ્યો કરતાં સારી છે સ્થિતિ


તે દરમિયાન પ્રબોધ રાવળ બ્રિજના છેડા પર  2 રીક્ષાઓ આવી ફરિયાદી અને મરણ જનાર મુકેશ પ્રજાપતિ અને શ્રીકાંત પ્રજાપતિ પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે સારવાર દરમ્યાન શ્રીકાંત તને મુકેશ પ્રજાપતિનું મોત (Murder) નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસ કરતા 15 જેટલા શખ્સોની સંડોવણી બહાર આવતાં ત્રણ આરોપીઓની અગાઉ ધરપકડ કરી ચૂકી હતી. જ્યારે હજુ પણ અન્ય આરોપીઓ આ કેસમાં પોલીસ ચોપડે ફરાર છે.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube