2 વર્ષ બાદ લાખો ભક્તોનાં દુ:ખ હરી ભગવાનની રથયાત્રા નિજ મંદિરે પહોંચી
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ રંગેચંગે સંપન્ન થઇ ચુકી છે. સોહાર્દ અને શાંતિના વાતાવરણમાં રથયાત્રા પુર્ણ થઇ હતી. કોરોનાકાળમાં એક વખત મંદિર સંકુલમાં જ બીજા વર્ષે ભક્તો વિના નગરમાં રથયાત્રા નીકળી હતી. જો કે આ વર્ષે લાખો ભક્તોની મેદનીને આશિર્વાદ આપીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથ નિજમંદિરે પહોંચી ચુક્યાં છે. તેમાં પણ મંદિર મહંત દિલીપદાસજી રથ પહેલા પહોંચી ગયા હતા.
અમદાવાદ : બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ રંગેચંગે સંપન્ન થઇ ચુકી છે. સોહાર્દ અને શાંતિના વાતાવરણમાં રથયાત્રા પુર્ણ થઇ હતી. કોરોનાકાળમાં એક વખત મંદિર સંકુલમાં જ બીજા વર્ષે ભક્તો વિના નગરમાં રથયાત્રા નીકળી હતી. જો કે આ વર્ષે લાખો ભક્તોની મેદનીને આશિર્વાદ આપીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથ નિજમંદિરે પહોંચી ચુક્યાં છે. તેમાં પણ મંદિર મહંત દિલીપદાસજી રથ પહેલા પહોંચી ગયા હતા.
આગામી 30 વર્ષ સુધી ગુજરાતને નંબર 1 રાખવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ટકોર
સવારે 05.30 વાગ્યે નીજ મંદિરેથી નગરચર્યાએ નિકળેલા ભગવાન ફરી એકવાર નીજ મંદિરે પરત ફરી ચુક્યાં છે. પોતાના નિર્ધારિત રૂટથી મોસાળ સરસપુર ખાતે ભગવાન પહોંચ્યા હતા. ત્યાં ભોજ લીધા બાદ તેમનું મામેરું ભરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ રથ ફરી એકવાર નિર્ધારિત રૂટ પરથી નિજ મંદિરે પરત ફર્યા હતા. લાખો ભક્તોની મેદની વચ્ચે ભગવાન સમગ્ર નગરચર્યાએ નિકળ્યા હતા. પરત પણ રૂટ પર પરત ફર્યા હતા. ખુબ જ શાંતિપુર્ણ રીતે રથયાત્રા પરિપુર્ણ થઇ ગઇ હતી.
GUJARAT CORONA UPDATE: 632 નવા કેસ, 384 રિકવર થયા, એક પણ મોત નહી
અમદાવાદમાં લાખો ભક્તો ભગવાનની રથયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પેરામિલેટ્રી ફોર્સ સહિતનો સુરક્ષા સ્ટાફ ખડેપગે તહેનાત હતો. હવે રથયાત્રા નિજ મંદિરે પહોંચી ચુકી છે ત્યારે પોલીસથી માંડીને રાજકીય હસ્તીઓ અને ઉચ્ચ અધિકારીઓને હાશ થશે. ઘણા દિવસોથી પરસેવો પાડી રહેલા પોલીસ અધિકારીઓ અને જવાનો સહિત સમગ્ર સુરક્ષા સ્ટાફ આજે શાંતિથી નિંદ્રાધીન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube