આ પદયાત્રીઓને બને છે એક સલામ! ઉદયપુરથી 40 વર્ષથી દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચે છે સંઘ
ઉદયપુરથી ચાલીસ વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જવા પદયાત્રીઓનો સંઘ ખંભાળિયા પહોંચ્યો છે. રાજસ્થાનથી છેલ્લા 18 વર્ષથી દ્વારકા પદયાત્રા કરી 50 જેટલા લોકો દર્શનાર્થે આવે છે અને લોકોની વચ્ચે પરસ્પર શાંતિની ભાવના અને આરોગ્ય સારું રહે તે માટેની પ્રાર્થના કરવામાં આવે છે.
ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: જ્યાં શ્રધ્ધા હોઈ ત્યાં પુરાવા ની જરૂર ના હોય, આ કહેવત ફરી એકવાર સાચી પડી છે. ઉદયપુરથી ચાલીસ વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જવા પદયાત્રીઓનો સંઘ ખંભાળિયા પહોંચ્યો છે. રાજસ્થાનથી છેલ્લા 18 વર્ષથી દ્વારકા પદયાત્રા કરી 50 જેટલા લોકો દર્શનાર્થે આવે છે અને લોકોની વચ્ચે પરસ્પર શાંતિની ભાવના અને આરોગ્ય સારું રહે તે માટેની પ્રાર્થના કરવામાં આવે છે.
ગુજરાત સરકાર પર કોંગ્રેસનો આક્ષેપ! મસમોટી સરકારી જમીન પ્રાઈવેટ કંપનીઓને પધરાવાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજ રોજ રાજસ્થાનના ઉદયપુરથી છેલ્લા 18 વર્ષથી દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રા કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત રહે અને લોકોને સારું અરોગ્ય મળી રહે અને લોકોની સુખાકારી માટે આ પદયાત્રાનું ખાસ આયોજન થાય છે. આ પદયાત્રામાં 50 જેટલા લોકો જોડાય છે.
ગુજરાતના દરેક તાલુકામાં હવે અઠવાડિયામાં આ બે દિવસ ભરાશે પ્રાકૃતિક કૃષિનું બજાર
ઉદયપુર જિલ્લાના નવનિયા ગામના 105 વર્ષના ભેરુલાલ મહારાજ છેલ્લા 18 વર્ષથી દ્વારકા ખાતે પગપાળા પહોંચે છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકોના સારા આરોગ્ય અને પરસ્પર સારી ભાવના બની રહે તે માટે આવે છે તેની સાથે અન્ય 50 જેટલા લોકો પણ જોડાય છે. જેમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો આ પદયાત્રા કરી સાથ આપે છે, જ્યારે જામનગરના પણ એક વ્યક્તિ આ પદયાત્રામાં જોડાય છે.
આ શહેર આકર્ષી રહ્યું છે પ્રવાસીઓ! 16 મહિનામાં 43 લાખ ફરી આવ્યા, તમે ગયા કે નહીં...