Gujarat Corona Virus Death: કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે. AMCએ કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી દીધી છે. શરદી-ખાંસી, તાવનાં લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના મામલે સમગ્ર ગુજરાત માટે મોટા સમાચાર છે. હવે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. લાંબા સમય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે  કોરોનાના કારણે મોત નોંધાયું છે. જી હા...દરિયાપુરના 82 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધી અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબૂતરબાજી કૌભાંડમાં 21 ગુજરાતી મુસાફરોનાં નામ ખુલ્યા, જાણો શું થયો મોટો ઘટસ્ફોટ?


મહત્વનું છે કે, નવા વેરિયન્ટની એન્ટ્રીથી કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. અમદાવાદના આરોગ્ય સેન્ટરમાં કોવિડના ટેસ્ટ માટે આદેશ અપાયા છે. શંકાસ્પદ દર્દીઓના રેપિડ ટેસ્ટ કરવાની આરોગ્ય કેન્દ્રમાં શરૂઆત થઈ છે. અમદાવાદમાં હાલ કોરોનાના 35થી વધુ એક્ટિવ કેસ છે. અમદાવાદીઓએ સાવચેત રહેવાની જરૂર છે. શરદી-ખાંસી અને તાવ આવ્યો હોય તેવા દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 


ભરશિયાળે ઠંડી કે વરસાદ નહી આવશે આ મોટું સંક્ટ! વર્ષ 2024 ગુજરાત માટે ઘાતક સાબિત થશે?


AMCના તમામ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ કીટનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો આગામી દિવસમાં RTPCR ટેસ્ટની પણ શરૂઆત કરવામાં આવશે. કોરોનાના કેસ નોંધાતા WHOએ પણ ચિંતા વ્યક્ત કરી છે. વૈશ્વિક સ્તરે કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે. શિયાળામાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકા છે.


ગુજરાતની પ્રથમ ઘટના: માત્ર 19 વર્ષીય યુવતી કોમર્શિયલ પાયલોટ બની; ખેડૂત પરીવારની છે..


સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.


ગુજરાતમાં ખળભળાટ! BRTS-સીટી બસના 120 ડ્રાઈવર ટર્મિનેટ, 7 દિવસમાં આ સર્ટી જોઈશે, નહીં