અમદાવાદ : શહેરમાં રાત્રી કર્ફ્યૂ જાહેર થયા બાદ ફરી વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરના નવરંગપુરા, સેટેલાઇટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100 થી નીચે નોંધાયો છે. જે પંદરેક દિવસ પહેલા ડબલ હતું. આ પહેલા પ્રથમ લોકડાઉનમાં અમદાવાદનાં પ્રદૂષણમાં ઘટાડો નોંઘાયો હતો. જો કે ધીરે ધીરે શહેરના અનલોક થવાની સાથે વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ધીરે ધીરે અનલોક થવાની સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ વધવા લાગે છે. જો કે હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતી વિપરીત થઇ છે તેવા સંજોગોમાં રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેથી વાહનોની અવર જવર બંધ થતા વાયુ પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પ્રદૂષણ 100થી નીચે આવતા લોકો રાહત અનુભવી રહ્યા છે. 

અમદાવાદની એર ક્વોલિટી ઇન્ડેક્ષનું સ્તર આજે દિવસ દરમિયાન 100થી નીચે સંતોષજનક સપાટીએ જોવા મળ્યું હતું. થોડા મહિનાઓ પહેલા અમદાવાદના ચાંદખેડાની એર ક્વોલિટી 306 હતી જે પ્રદૂષણ મુદ્દે ખુબ જ કંગાળ સ્થિતી દર્શાવે છે. જ્યારે કર્ફ્યૂ બાદ ચાંદખેડામાં 96 નોંધાઇ હતી. અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ આ ક્વોલિટી 100થી નીચે જ રહી હતી જે ખુબ જ સંતોષજનક છે. 

શહેરનાં પ્રદૂષણને કાબુમાં લેવા માટે પોલીસ કમિશ્નર દ્વારા સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે આરટીઓનાં કામકાજ માટે આવતા વાહનોને છુટછાટ આપવામાં આવી છે. તેમાં પણ આરટીઓ માટેના ચોક્કસ રૂટ પર આવવા માટેની છુટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube