Gujarat Elections 2022 ગાંધીનગર :ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. ત્યારે પીએમ મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે PM મોદી સૌરાષ્ટ્રભરમાં ફરી વળ્યાં હતા. સોમનાથ મહાદેવના દર્શન કરીને વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધી હતી. ચાર સભા સંબોધ્યા બાદ PM મોદી ભાજપ કાર્યાલય કમલમમાં પહોચ્યા હતા. પ્રઘાનમંત્રીએ લગભગ 40 મિનિટનો સમય કમલમમાં વિતાવ્યો છે. હળવાશની પળોમાં કમલમમાં એક બાંકડા પર બેસીને કમલમમાં તમામ નેતાઓ સાથે વાત કરી હતી. એક તરફ જ્યાં ગુજરાતની ચૂંટણીનું ટેન્શન છે, ત્યાં બીજી તરફ પ્રધાનમંત્રીએ નેતાઓનું ટેન્શન દૂર કરીને હળવાશના અંદાજમાં વાત કરી હતી. જેના બાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેતાઓ સાથે હળવા મૂડમાં બાંકડા પર બેસીને વાત કરી
પ્રધાનમંત્રી ઓચિંતી કમલમની મુલાકાતે આવ્યા હતા. જોકે, તેમણે એકદમ હળવાશની મૂડમાં જુના સહયોગી, કાર્યકરો અને નેતાઓ સાથે વાત કરી હતી. ખાસ વાત તો એ છે કે, પ્રધાનમંત્રીએ કમલમમાં બાકડા પર બેસીને નેતાઓ સાથે એકદમ હળવાશના મૂડમાં વાતચીત કરી. હળવા મૂળમાં તેઓએ કાર્યાલય મંત્રી સાથે વાતચીત કરી હતી. કમલમના સ્ટાફ સાથે પરિવારના મોભી તરીકે વાત કરી હતી. જેથી તમામ નેતાઓમાં પણ નવો પ્રાણ પૂરાયો હતો. ભાગ્યેજ આવા દેશના વડાપ્રધાન હોય જે કોમનમેન કે કાર્યકર્તા તરીકે લોકોના હાલચાલ પૂછતા હોય. તેઓએ નેતાઓ સાથે ઈન્ફોર્મલ વાતચીત કરતા જુના કાર્યાલયના સ્ટાફના પરિવારની ચિંતા પણ વ્યક્ત કરી હતી.