અમદાવાદમાં એક પછી એક બ્રિજમાં પોલંપોલ! હાટકેશ્વર બાદ ઈન્કમટેક્સ બ્રિજમાં ખૂલ્યો સૌથી મોટો છબરડો!
amc નો બ્રિજ પ્રોજેક્ટ વિભાગ સૌથી ભ્રષ્ટ વિભાગ પૈકીનો એક છે. શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું છે કે, હાટકેશ્વર બ્રિજ બાદ ઇન્કમટેક્સ બ્રિજ બનાવટમાં પણ બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અને કોઈ કૌભાંડ કે વિવાદના સમાચાર સામે ન આવે તો જ નવાઈ કહેવાય. શહેરના હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ વધુ એક બ્રિજ પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં બિલ્ડરને લાભ અપાવવા માટે CRRI એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિયૂટની ભલામણોને નજર અંદાજ કરવામાં આવી હતી.
કેલોરેક્સ સ્કૂલના સંચાલકોની દાદાગીરી, સ્કૂલના બુક સ્ટોલમાંથી જ ખરીદવી પડશે આ વસ્તુ..
CRRIએ સૂચન કર્યુ હતું કે શહેરી વિસ્તારમાં 4 લેનથી વધારે પહોળો બ્રિજ બનાવી શકાય નહીં અને 16 મીટરની પહોળાઈ સાથે 4 લેનનો બ્રિજ બનાવવા સૂચન કર્યુ હતું. પરંતુ ઈન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજના કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને ફોર લેનના બદલે ફાઈવ લેનનો તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં તમામ ફ્લાય ઓવર બ્રિજ 16.5 મીટર પહોળા છે. પરંતુ ઈન્કમ ટેક્સ ફ્લાય ઓવરબ્રિજ 20.5 મીટર પહોળો છે.
જ્ઞાનસેતુ પ્રોજેક્ટ વિવાદ,સંઘે શિક્ષણમંત્રીને કહ્યુ;હોશિયાર બાળકોને સરકાર છીનવી લેશે
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક બ્રિજને લઈને વિવાદ હવે ઇન્કમટેક્સ ફલાયઓવરની પહોળાઈને લઈને સામે આવી ચોંકાવનારી બાબતો સામે આવી છે. બ્રિજની પહોળાઈ અંગે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિયૂટના સૂચનને અવગણી બ્રિજ બનાવાયો હોવાની માહિતી ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરી વિસ્તારમાં 4 લૅનથી વધુ પહોળો બ્રિજ ન બનાવી શકાય એવી ઇન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરાયું છે.
PPF માંથી અધવચ્ચે પૈસા ઉપાડતા હોવ તો સાવધાન! આ નિયમ જાણો...નહીં તો કપાશે મોટો ટેક્સ
ઇન્કમટેક્સ ફલાયઓવર 16 મીટરની પહોળાઈ સાથે 4 લેનનો બ્રિજ બનાવવા સૂચન કરાયું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરે નિયમોની ધજ્જીયા ઉડાવીને 20.50 મીટરની પહોંળાઈ સાથે 5 લેનનો બ્રિજ બનાવી દેવાયો છે. 2019 માં રૂ. 58 કરોડના ખર્ચે બનેલા વધુ પહોળા બ્રિજના કારણે સર્વિસ રોડ સાંકડા થયા છે. સમગ્ર મામલે amc ના વિપક્ષી નેતાના તંત્ર અને ભાજપી સાશકો પર પ્રહાર કરી રહ્યા છે. વિપક્ષે જણાવ્યું છે કે, amc નો બ્રિજ પ્રોજેક્ટ વિભાગ સૌથી ભ્રષ્ટ વિભાગ પૈકીનો એક છે. શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું છે કે, હાટકેશ્વર બ્રિજ બાદ ઇન્કમટેક્સ બ્રિજ બનાવટમાં પણ બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું છે.