અમદાવાદ : પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના આવેલ પરિણામ મુદ્દે કોંગ્રેસ પક્ષનાં પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા આપી હતી. દેશમાં પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ અપેક્ષાથી વિપરીત કોંગ્રેસ પક્ષ જમીની સ્તર ઉપર વધુ મહેનત કરશે. કોંગ્રેસ પક્ષે જાતિવાદ, ધાર્મિક ધ્રુવિકરણથી દુર રહીને જનતાના મુદ્દાઓ જેવા કે, બેરોજગારી, મોંઘવારી, ખાડે ગયેલુ અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય, વગેરે જેવા મુળભૂત મુદ્દાઓ ઉપર ચૂંટણી લડી ચૂંટણીમાં ભાવનાત્મક મુદ્દાઓ મુળભૂત મુદ્દા ઉપર હાવી થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો, ભાજપ-આપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી, કોંગ્રેસના કમાડ બંધ


ચૂંટણી હારીએ કે જીતીએ કોંગ્રેસ પક્ષ હંમેશા દેશના ભારતીયોની સાથે અડગ ઉભી છે. જનતાઓના પ્રશ્નોને મજબુતીથી ઉપાડતા રહીશું. હારના કારણો ઉપર ગહન દ્રષ્ટિથી આત્મચિંતન, મંથન અને સંગઠન ઉપર કામ કરીશું. પરિણામોથી ચોક્કસ નિરાશ થયા છીએ, પરંતુ હતાશ થયા નથી. ચૂંટણી હાર્યા છીએ, હિંમત નથી હાર્યા, અમે ક્યાંય જવાના નથી. લડતા રહીશું અને નવી રણનીતિ તેમજ નવા બદલાવ સાથે પાછા ફરીશું. જીતેલા તમામ ઉમેદવારોને હાર્દિક શુભેચ્છાઓ. કોગ્રેસ ભુતકાળમાં લોકો માટે લડી અને ભવિષ્યમાં પણ લડશે. વાયદાઓનો વેપાર કરી જીતતો મેળવી હવે તે પ્રજાની સેવા કરે તેવી અમારી ભાજપ તથા નેતા નેતાઓને અપીલ છે. પંજાબમાં નકારાત્મક માહોલ ઉભો કરી મતોનું વિભાજન કરવામાં આવ્યું છે. 


તાપી : આંગણવાડીમાં સંજીવની દૂધ પીધા બાદ 3 બાળકોની તબિયત બગડી


અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસી કાર્યકર્તાઓ બમણા ઉત્સાહ સાથે જમીની સ્તર પર કામ કરશે. હાલમાં ભાજપની સરકારથી વિદ્યાર્થીઓ ખુબ જ ત્રસ્ત થઇ ચુક્યા છે. આ ઉપરાંત લોકો પણ બેકારીથી ખુબ જ કંટાળી ચુક્યાં છે. જેના કારણે કોંગ્રેસી કાર્યકર્તાઓ જમીની સ્તરે કામ કરે તે ખુબ જ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પરાજયના કારણે કાર્યકર્તાઓને નિરાશ નહી થવા માટે અપીલ પણ તેઓએ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube