ઝી બ્યુરો/પાટણ: વિધર્મીઓના અતિક્રમણને રોકવા માટે ભાવનગરમાં લાંબા સમયથી ચાલતી માંગ સરકારે સ્વીકારી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દીધો છે. ત્યારે રાજ્યના વધુ એક શહેરમાં હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોએ અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે. ત્યારે કયા શહેરમાં લોકોએ અશાંતધારાની કરી માગ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત લોકસભા: 9થી 10 બેઠક પર મહિલાઓ આપી શકે છે ટિકિટ, 3 બેઠક પર મંત્રીઓ લડશે ચૂંટણી


હાથમાં પેપ્લેટ લઈને વિરોધ કરતા લોકો માગ કરી રહ્યા છે કે અમે વિધર્મીઓના અતિક્રમણથી કંટાળી ગયા છીએ, અમારા શહેરમાં વિધર્મીઓનો ત્રાસ વધી ગયો છે, જેના કારણે હિન્દુઓ વિસ્તારોમાંથી પલાયન કરી રહ્યા છે, તેથી રાજ્ય સરકાર અશાંતધારો લાગુ કરે...વિરોધનો આ વંટોળ ફાટ્યો છે રાજ્યની એક સમયની રાજધાની અને જેનો સુવર્ણ ઈતિહાસ લખાયેલો છે તે પાટણમાંથી અનેક લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંતધારો લાગુ કરવા માટે માંગણી કરી છે...


શરૂઆત થઈ ગઈ! ગુજરાતમા આ જિલ્લામાં બપોર બાદ ચોમાસા જેવો માહોલ, માર્ગો ભીના થયા


પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 9માં આવેલી સાગોટાની શેરી, રાજકાવાડો, બુકડી, ટાંક વાડો, નિશાળની પોળ, મલાતનો પાડો, લોટેશ્વર, ચાચરિયું, બળીયાપાડો અને લખિયાર વાડો જેવા મહોલ્લા અને પોળોમાં અશાંતધારો લાગુ કરવાની માંગ ઉઠી છે. આ વિસ્તારોમાં વિધર્મીઓ ઊંચા ભાવે મકાનો વેચાણ લઈ રહ્યા છે. જેના કારણે સ્થાનિક બહૂમતિવાળો સમાજ ટૂંકા સમયમાં લઘુમતિમાં આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. મહોલ્લા, પોળો અને શેરીઓમાં અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો આવેલા છે. અહીં દરેક ઉત્સવ અને કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. પરંતુ જો વિધર્મીઓની સંખ્યા વધી જશે તો સ્થાનિક હિન્દુઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવા દાવા થઈ રહ્યા છે. તેથી આ મામલે ત્વરિત અશાંતધારો લાગુ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. 


ગુજરાતમાં ભાજપે 4 સિનિયર નેતાઓને સોંપી મોટી જવાબદારી, લોકસભા ચૂંટણીના સોંગઠાં ગોઠવશે


ક્યાં અશાંતધારાની ઉઠી માંગ? 


  • પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 9માં આવેલા વિસ્તાર

  • સાગોટાની શેરી, રાજકાવાડો, બુકડી, ટાંક વાડો, નિશાળની પોળ

  • મલાતનો પાડો, લોટેશ્વર, ચાચરિયું, બળીયાપાડો, લખિયાર વાડો


ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રના આ 3-3 જિલ્લામાં મેઘો બોલાવશે ભુક્કા! ત્રણ દિવસ ખુબ જ ભારે


સ્થાનિકોને ચિંતા સતાવી રહી છે કે જો અશાંતધારો લાગુ કરવામાં નહીં આવે તો વિધર્મીઓ તમામ વિસ્તારમાં કબજો જમાવી દેશે. અને હિન્દુઓએ પલાયન કરવું પડશે. ત્યારપછી કેવી કેવી સમસ્યાઓ થશે તે સૌ જાણે છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર પાટણના લોકોના હિતમાં ક્યારે નિર્ણય લઈ અશાંતધારો લાગુ કરે છે?