• મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઈનના પાલન સાથે છેલ્લી ઘડીઓમાં મતદાન કર્યું હતું

  • ભાજપને વિશ્વાસ છે કે, તમામ 6 મહાનગરપાલિકાઓમાં તેમની જીત થશે


ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાને માત આપ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે ચૂંટણી પ્રચારમાં ઉતરશે. આવતીકાલે 24 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી રૂપાણી (vijay rupani) ભેંસાણમાં જાહેર સભાને સંબોધશે. તેઓ હવે તાલુકા અનેજિલ્લા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરશે. કોરોનાગ્રસ્ત હોવાને કારણે મુખ્યમંત્રી અમદાવાદની યુએન હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યારે કોરોનામુક્ત થયા બાદ હવે તેઓ પૂરજોશમાં પ્રચાર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી કોરોનાની સારવાર (corona virus) માટે એક સપ્તાહથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં મતદાનના દિવસે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ બપોર બાદ રાજકોટ (rajkot) પહોંચ્યા હતા. તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઈન અને માર્ગદર્શિકાના પાલન સાથે છેલ્લી ઘડીઓમાં મતદાન કર્યું હતું.


આ પણ વાંચો : ઝઘડિયાની UPL કંપનીમાં બ્લાસ્ટથી 24 કામદાર ઈજાગ્રસ્ત , 10 કિમી વિસ્તારમાં ભૂકંપ જેવો અવાજ સંભળાયો


મતદાન આપીને તેઓએ કહ્યું હતું કે, ગુજરાતની પ્રતિષ્ઠાને જાળવી રાખી મતદાન શાંતિપૂર્વક કર્યું છે. કોરોના દર્દી ઝડપથી ટેસ્ટ કરો સારવાર કરાવવી જોઇએ. સરકારી હોસ્પિટલમાં મેં પણ સારવાર લીધી છે, કોઇ ચિંતા ન કરવી જોઇએ. વિકાસ એ મુખ્ય મુદ્દો છે આ ચૂંટણીનો, વિકાસને ધ્યાનમાં રાખી મતદાન કરશો અને અકલ્પનિય પરિણામ આવશે. જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થશે.


આ પણ વાંચો : ગુજરાતની 6 મહાનગરપાલિકાનું આજે પરિણામ, થોડીવારમાં શરૂ થઈ મતગણતરી


તો બીજી તરફ, ભાજપને વિશ્વાસ છે કે, તમામ 6 મહાનગરપાલિકા (Gujarat Municipal Election) ઓમાં તેમની જીત થશે. આથી ભાજપે વિજયોત્સવની તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદમાં ભાજપ પ્રમુખ સીઆર પાટીલ (cr patil) ની વિજયી સભાની તૈયારીઓ ચાલી રહી છે. ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના વિજ્યોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલ પહેલીવાર ખાનપુર કાર્યાલય જઈ શકે છે.