સી.આર પાટીલ, નીતિન પટેલ બાદ CM વિજય રૂપાણી પણ બન્યા પેજ પ્રમુખ ! જાણો શું છે આ પેજ પ્રમુખ કોનસેપ્ટ?
* પેજ પ્રમુખ સ્તરના મેનેજમેન્ટને અમિત શાહ ખુબ જ મહત્વ આપે છે
* અજેય ગણાતા અનેક કિલ્લાઓ તોડી પાડવા માટે પેજ પ્રમુખ કોનસેપ્ટ કારગર
* સામાન્ય નાગરિક પણ કોઇ પણ પક્ષનો ઇચ્છે તો પેજ પ્રમુખ બની શકે છે
કૃતાર્થ જોશી/અમદાવાદ : ગુજરાતમાં હાલ પેજ પ્રમુખ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેના અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પણ પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સહિતનાં અનેક નેતાઓને પણ પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સી.આર પાટીલ દ્વારા આ પેજ પ્રમુખ કોનસેપ્ટ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા પેજ પ્રમુખોને અધિકારીક આઇકાર્ડ પણ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આફતના માવઠા સામે ગુજરાત સરકારે કરી ખેડૂતોને વળતરની જાહેરાત
વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ પેજ પ્રમુખના કોનસેપ્ટમાં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. અનેક પક્ષોના ગઢ ગણાતા વિસ્તારોમાં આ કોનસેપ્ટ દ્વારા જ ભાજપે ન માત્ર આ ગઢમાં ગાબડા પાડ્યા છે પરંતુ અત્યારે કેન્દ્રમાં પુર્ણ બહુમતી સાથે સરકાર પણ છે. અમિત શાહ પેજ પ્રમુખ કોનસેપ્ટ દ્વારા અનેક અશક્ય ગણાતા રાજ્યોમાં સરકાર પણ બનાવી છે. પોતાના ભાષણોમાં પણ અમિત શાહ કોઇ પણ વિજય બાદ બુથ સ્તરના કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખોનો ખાસ આભાર માનતા હોય છે.
Dy.CM નીતિન પટેલે કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી
મુખ્યમંત્રી પણ બન્યા પેજ પ્રમુખ
પોતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પેજ પ્રમુખનો કાર્ડ તેમને આપવામાં આવ્યું હતું. માત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ નહીં તેમના ધર્મ પત્ની અંજલિ રૂપાણી પણ પેજ પ્રમુખ બન્યા છે. આ અંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની આ પદ્ધતિ રહી છે કે, પાર્ટી નક્કી કરે યોજના તે બધા કાર્યકર્તાઓને લાગુ પડે છે. તે ભલે મુખ્ય પ્રધાન હોય કે બુથનો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આખા પ્રદેશમાં 50 હજાર બુથના તમામ બુથની યાદીના પેજના એક-એક પ્રમુખ તે સંગઠનની દરેક વ્યવસ્થાનો અભિગમ સાથે પ્રારંભ કર્યો છે.
Gujarat Corona Update: રાજ્યમાં નવા 1204, 1338 સાજા થયા, 12 દર્દીઓનાં મોત
પેજ પ્રમુખને BJP દ્વારા અધિકારીક રીતે આઇકાર્ડ આપવામાં આવશે
મારા વિસ્તારમાં હું પણ પહેલા કાર્યકર્તા છું, ત્યાર બાદ મુખ્યપ્રધાન છું. મારા વિસ્તારમાં એક પેજની જવાબદારી મારી બની છે અને પેજ પ્રમુખ તરીકે હું પણ મારી સમિતિ સબમીટ કરી છે. દરેક પેજ પ્રમુખોને આ ઓળખકાર્ડ આપવામાં આવી રહ્યા છે. આજે મને પણ આવી જ રીતે ઓળખકાર્ડ પાર્ટી તરફથી મળ્યું છે. મારા પત્નીને પણ પેજ પ્રમુખને ઓળખકાર્ડ આપવામાં આવ્યું છે. ગુજરાત ભાજપ પ્રમુખ બન્યા બાદ નવસારીના સાંસદ સી.આર.પાટીલે વિધાનસભાની 182 બેઠકો સર કરવા માટેનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. જેની રણનીતિના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં પેજ કમિટી અભિયાન છેડી સવા બે કરોડ મતદારો સુધી પહોંચવાની તૈયારી કરી છે.
BTP સાથે છુટાછેડા અને પ્રણવ મુખર્જીએ સોનિયા ગાંધી પર કરેલા પ્રહારો મુદ્દે કોંગ્રેસનાં ગોળગોળ જવાબ
જાણો શું છે પેજ પ્રમુખ?
ભાજપ દ્વારા પેજ પ્રમુખના કોન્સેપ્ટનો હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે પેજ પ્રમુખ એક ખુબ જ માઇક્રો લેવલનો કાર્યકર્તા હોય છે. ભાજપ પોતાનાં વિજય માટે આ પેજ પ્રમુખોને ક્રેડિટ આપે છે. પેજ પ્રમુખ એટલે ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓની એક યાદી બહાર પાડવામાં આવે છે. જેમાં એક પેજ પર રહેલા તમામ નાગરિકોની જવાબદારી પેજ પ્રમુખની હોય છે. પોતાના પેજ પર રહેલા તમામ મતદાતાઓ માત્ર ભાજપને (પોતે જેનો કાર્યકર્તા છે તે જ પક્ષને) જ મત આપે તેની જવાબદારી પેજ પ્રમુખની હોય છે. પોતાના પક્ષે આવેલા 15-25 મતદાતાઓના સતત સંપર્કમાં રહેવું અને તે પક્ષ માટે મતદાન કરે તે નિશ્ચિત કરવાની જવાબદારી હોય છે. ભાજપ દ્વારા હવે પેજ પ્રમુખોને આઇકાર્ડ આપવાની શરૂઆત પણ થઈ ચુકી છે.
ચારવાર આત્મહત્યા કરવા ગઈ, છતાં સુરતની યુવતીને મોત ન મળ્યું
તમે પણ બની શકો છો પેજ પ્રમુખ
ભાજપ પક્ષનો સમર્થક હોય તેવો કોઇ પણ વ્યક્તિ પેજ પ્રમુખ બની શકે છે. પેજ પ્રમુખ બનવા માટે ભાજપ સંગઠન સાથે જોડાયેલું હોવું જરૂરી છે. તમારા વિસ્તાર અથવા તો તમારી આસપાસનાં વિસ્તારમાં તમારી પકડ હોવી જરૂરી છે. તમે તમારા વિસ્તારમાં સારી એવી પકડ ધરાવતા હો તો તમે પણ પેજ પ્રમુખ બની શકો છો અને સ્થાનિક સંગઠનનો સંપર્ક કરીને પેજ પ્રમુખ બની શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube