દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે તૈયાર કરી SOP
દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવી છે. કયા ધોરણ સુધીની શાળાઓ શરૂ કરી અને શું-શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને આવી લેવામાં આવ્યા છે.
હિતલ પારેખ, ગાંધીનગર: દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવી છે. કયા ધોરણ સુધીની શાળાઓ શરૂ કરી અને શું-શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને આવી લેવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાંની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તૈયાર કરેલી એસ ઓ પી માં અનેક સુધારા વધારા કરવાની શિક્ષણ મંત્રી દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
આગામી બુધવારે યોજાનાર કેબિનેટ બેઠકમાં શાળા કોલેજો શરૂ કરવા સંદર્ભે તૈયાર થયેલી એસ ઓ પી ને રજૂ કરવામાં આવશે અને પછી આખરી કરવામાં આવશે
સૂત્રોના હવાલેથી ખબર કે જે રાજ્યોમાં અગાઉ શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માં કોરોનાનું સંક્રમણ જોવા મળે છે તેની સાવચેતી રાખવા માટે પણ શિક્ષણ વિભાગના અધિકારીઓએ ઉલ્લેખ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube