અમદાવાદ :લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી રાહુલના નેતૃત્વ પર જે રીતે સવાલ ઉઠી રહ્યા છે એ જ સવાલ ગુજરાત કોંગ્રેસના મોભીઓ સામે થઈ રહ્યા છે. આવતીકાલે કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠકમાં રાહુલ ગાંધી રાજીનામું આપી શકે છે અને જો રાહુલ રાજીનામું આપશે તો દરેક રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો સામે પણ સવાલ ઊભા થશે. જે રીતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના હારેલા આ ઉમેદવારે કહ્યું, ‘રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’


2019ના લોકસભા ઈલેક્શનમાં દેશનાં 7 રાજ્યોમાં કાંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી અને 21 રાજ્યો એવાં છે જ્યાં સમ ખાવા પૂરતી બેઠક કોંગ્રેસને મળી છે. ગુજરાત કોંગ્રેસનું યુવા નેતૃતવ નિષ્ફળ ગયું છે તેનો પુરાવો છે ભાજપની જીત. ભાજપને 26માંથી 26 બેઠકો મળતાં ગુજરાતમાં સતત બીજી વખત લોકસભામાં કોંગ્રેસે તમામ સીટો ગુમાવી છે. ભાજપાની રણીનીતિ સામે અમિત ચાવડા અને પરેશ ધાનાણી વામણા પૂરવાર થયા છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો ગુમાવ્યા બાદ 26 બેઠકો પણ ગુમાવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસને સફળતા મળી હોય, પણ હાલ યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસને નિરાશા હાથ લાગી છે. જેથી સવાલો ઉઠ્યા છે કે, ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ પોતાના ધારાસભ્યો સાચવવામાં પણ નિષ્ફ્ળ રહ્યું છે. કારમા પરાજય બાદ કોંગ્રેસમાં જૂથવાદ વકરવાની વકી છે.


લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 'ભાજપ' ના 6 સભ્યો આપશે રાજીનામું !!