Diamond Bourse : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ તે કહેવાતી દારૂબંધી છે એ બધા જાણે છે. ગુજરાતમાં ગેરકાયેદસર રીતે દારૂ ઘૂસાડાય છે, વેચાય છે અને પીવાય પણ છે. ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ હવે બીજા બે સ્થળો પર દારૂની છૂટછાટ મળવા જઈ રહી છે. ગુજરાત પરથી જલ્દી જ ડ્રાય સ્ટેટનું લેબલ હટે તેવા અપડેટ આવ્યા છે. ગિફ્ટ સિટી બાદ ગુજરાતમાં બે સ્થળોએ દારૂની છુટછાટ આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતનો 'દુષ્કાળ' ખતમ થવા જઈ રહ્યો છે. નિયમોને આધીન ગુજરાતમાં દારૂ પીવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિફ્ટ સિટીમાં તો દારૂબંધી હટી ગઈ
સરકારે દારૂબંધી હટાવવાનું સૌથી પહેલુ પગલું ગિફ્ટ સિટીમાં ભર્યુ હતું. આ જાહેરાતથી અડધુ ગુજરાત રાજીનું રેડ થઈ ગયું હતું. ત્યારથી ગુજરાતના લોકો દારૂબંધી હટાવવાની રાહ જોઈ રહ્યાં છે. ગુજરાતની વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં દારૂ પીવાની મંજૂરી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લેતા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂની રેલમછેલ થઈ જશે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઈન્ટરનેશનલ ટ્રેડ અને ફાઈનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ આપવાના હેતુથી 'ડાઈન વિથ વાઈન'ની છૂટ અપાઈ છે. જોકે, લોકો અહીં ચોક્કસ નિયમો હેઠળ હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકાશે. જોકે, હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોને દારૂની બોટલોનું વેચાણ કરી શકશે નહીં.


બીમાર બહેનપણીની પીડા જોઈ ન શકી બીજી મિત્ર, તો રોગથી એલર્ટ આપતું સોફ્ટવેર બનાવી દીધું


ગિફ્ટ સિટી બાદ ડાયમંડ બુર્સનો વારો 
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પછી, રાજ્ય સરકાર ડ્રીમ (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ) સિટી માટે પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન કરી રહી છે, જે વેપારને આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચનાના ભાગરૂપે છે. દરખાસ્ત મંજૂર થયા બાદ ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. જો બધુ યોજના મુજબ ચાલે તો બે મહિનામાં જાહેરાત થઈ શકે છે. બુર્સના અધિકારીઓએ રાજ્ય સરકારને દારૂના પ્રતિબંધને હળવા કરવાના સંભવિત ફાયદાઓ વિશે માહિતી આપી હતી. ડ્રીમ સિટીમાં દારૂબંધી હળવી કરવાથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે વાતાવરણ ઊભું થશે. વેપારીઓ કહે છે કે “અહીં બિઝનેસને આકર્ષવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હશે. ડ્રીમ સિટીમાં પ્રતિબંધ હળવો કરવાથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે વાતાવરણ ઊભું થશે. 


સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂના પ્રતિબંધમાં સૂચિત છૂટ ગિફ્ટ સિટીમાં દારૂના કાયદામાં છૂટછાટને અનુરૂપ હશે. ડાયમંડ બુર્સ જેમાં 4,500 થી વધુ ઓફિસો છે, તે 2,000 એકરમાં ફેલાયેલા ડ્રીમ સિટીનો એક ભાગ છે, જેનો હેતુ હીરાના વેપાર અને સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. સુરત માટે આ રોનક છે. ડાયમંડ બુર્સ ખરેખ પોતાની ક્ષમતાને અનુરૂપ કામ કરવા લાગશે તો સુરતના વિકાસને પણ ચારચાંદ લાગશે. અનેકગણી રોજગારી અહીં ઉભી થશે. સરકાર સુરતને હીરા માર્કેટમાં વૈશ્વિક હબ બનાવવા માગે છે. 


અદાણી ગ્રૂપની બિહારમાં એન્ટ્રી : દાયકાઓથી વિકાસ માટે તરસી રહેલા બિહારમાં આવ્યું મોટુ


ગિફ્ટ સિટી, ડાયમંડ બુર્સ બાદ ધોલેરા સરનું નામ ચર્ચામાં
પીએમ નરેન્દ્ર મોદીએ ધોલેરાને વૈશ્વિક સ્તરે સ્માર્ટ સિટી બનાવવાનું જે વિઝન આપ્યું હતું તે સાકાર થઇ રહ્યું છે. વડાપ્રધાન દ્વારા દેશમાં ૧૦૦ સ્માર્ટ શહેરોના વિકાસ માટેની કેન્દ્ર સરકારની યોજનામાં ગુજરાતના ધોલેરા સર અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કર્યો છે. આ સાથે જ ધોલેરાને ઔદ્યોગિક સિટી તરીકે વિકસીત કરવાની સાથે ગ્રીન ફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવા પણ સરકાર કાર્યરત છે. ૯૨૦ ચોરસ કિ.મી વિસ્તારમાં વિકસી રહેલા ધોલેરા એસ.આઈ.આર (SIR) સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન અને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનશે. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન સિંગાપોર જેવા દેશના વિકસીત વિસ્તાર કરતાં પણ મોટું હશે. ધોલેરા સર એરોસ્પેસ, ડિફેન્સ, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટસ, ફાર્માસ્યુટિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ઉદ્યોગો માટે બેસ્ટ પોટેન્શિયલ ધરાવે છે. તદ્ઉપરાંત એક હજાર એકર વિસ્તારમાં અહિં ગ્લોબલ એજ્યુકેશન પુરૂં પાડતો સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન પણ આકાર પામવાનો છે. તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની કામગીરી પણ કાર્યરત છે. ત્યારે ધોલેરા સર માટે પણ દારૂની છુટછાટ આવે તો નવાઈ નહિ. 


ગુજરાતી ફિલ્મના શુટિંગમાં થયો હતો ચમત્કાર! એક ચકલીને જોવા થિયેટર ખીચોખીચ ભરાઈ જતા