દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટની એક મહિલાએ એવું ભગીરથ કાર્ય કર્યું કે અન્ય લોકો માટે પ્રેરણાદાયી બની રહ્યાં. મહિલાના પતિનું અવસાન એક વર્ષ પહેલા કોરોનામાં થયું હતું અને આ પછી તેમણે એક સંકલ્પ કર્યો હતો કે લોકોની સેવા કરવી છે. સમયસર સારવાર મળી રહે તે માટે મહિલાએ આજે એક એમ્બ્યુલન્સ લીધી અને આ એમ્બ્યુલન્સ થકી તે લોકોની સેવા કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સેવાભાવી મહિલા છે રાજકોટના વતની સંગીતાબેન હરેશભાઈ શાહ. સંગીતાબેનના પતિ હરેશભાઈ કોરોનાની બીજી લહેરમાં કોરોનામાં અવસાન પામ્યા હતા. પતિના અવસાન પછી સંગીતાબેને એક સંકલ્પ કર્યો હતો કે, હવે મારે લોકોની સેવા કરવી છે. આથી મેડિકલ સારવાર લોકોને સમયસર મળી રહે તે માટે તેઓએ એક એમ્બ્યુલન્સ ખરીદી અને ડ્રાઇવર પણ રાખ્યો. છેલ્લા એક વર્ષથી રાહતદરે દર્દીઓને એમ્બ્યુલન્સ થકી હોસ્પિટલ અને ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.


ઝી ૨૪કલાક સાથેની વાતમાં સંગીતાબેને જણાવ્યું હતું કે, વર્ષ 2021માં કોરોનાની ઘાતક બીજી લહેર દરમિયાન મારા પતિને કોરોના થયો હતો. બીજી લહેર દરમિયાન અનેક લોકોના અવસાન પણ થયા હતા અને તેમાં મારા પતિનું પણ કોરોના બીજી લહેર દરમિયાન મોત થયું હતું. ફરી કોરોનાના કેસ શરૂ થતા મને વિચાર આવ્યો કે રાહત દરે આપણે એક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવી જોઇએ. જેથી હવે આ મહિલા લોકોને રાહતદરે એમ્બ્યુલન્સ સેવા આપી રહ્યા છે.


આ પણ વાંચો : 


આખા દેશમાં વાગશે ગુજરાતની જીતનો ડંકો, પાટીલની ફોર્મ્યુલા પર મેગા પ્લાન કરશે ભાજપ


મોટો નિર્ણય : અમદાવાદમાં મેટ્રોનો સમય બદલાયો, હવે વધુ સમય દોડશે મેટ્રો


સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીની મોટી ભેટ, વર્ષના પહેલા જ મહિને આપી ખુશખબર


ગરીબ પાસેથી ભાડુ પણ નથી લેતા 
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી મેં એમ્બ્યુલન્સ ખરીદી છે. ડ્રાઇવર રાખી એક વર્ષથી રાહત દરે એમ્બ્યુલન્સ સેવા આપવામાં આપી રહી છું. ગરીબ અને મધ્યમવર્ગીય લોકો હેરાન ન થાય તે માટે ખાસ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. અને ગરીબ લોકો પાસેથી ભાડું પણ વસૂલવામાં આવતું નથી.


ગોધરાના યુવકે કર્યું ભગીરથ કાર્ય 
ગોધરા તાલુકાના રતનપુર ગામના યુવકે ઉત્તરાયણ બાદ વૃક્ષો, અગાશીઓ અને રસ્તા ઉપર પડી રહેલા પતંગ દોરા એકત્ર કરવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે. ઠેર ઠેર પડી રહેલા પતંગ દોરથી પક્ષીઓ ફસાઈ ના જાય એવી ચિંતા સાથે ગામમાં પરેશ સુથારે એકત્રિત થયેલા દોરા 70 રૂપિયા કિલોના ખરીદવાની જાહેરાત કરી હતી. જેની ગામના સોશ્યલ મીડિયા ગ્રુપ સત્યમેવ જયતેમાં પણ અપીલ કરી હતી. આ અપીલ ને ખૂબ જ પ્રતિસાદ સાંપડ્યો છે. બાળકો સહિત અંદાજીત 3 કિલો જેટલા દોરા એકત્રિત કર્યા હતા. જેનો પરેશભાઈ અને મિત્રોએ સળગાવી નાશ કર્યો હતો સાથે બાળકોને પ્રોત્સાહિત કરી સન્માન કર્યુ હતું. લોકોને રૂપિયા પણ તેઓએ પોતાની બચતમાંથી જ આપ્યા હતા. 


આ પણ વાંચો : સાપુતારાથી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત, આખી રાત ખીણમાં બેહોશ પડ્યા, એકનું મોત