ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સતત વધી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએથી આ નશીલો પદાર્થ ઝડપાઈ રહ્યો છે. થોડા સમય પહેલા આણંદના ખંભાતમાંથી ડ્રગ્સની આખી ફેક્ટરી મળી આવી હતી. જેના  આરોપીઓની ઉલટ તપાસમાં વધુ એક મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. હવે ક્યાંથી મળ્યું ડ્રગ્સ? કેટલા કરોડનો જથ્થો કરાયો જપ્ત?


  • શું ગુજરાત 'ઉડતા ગુજરાત' બની રહ્યું છે?

  • ડ્રગ્સના કાળા કારોબાર વધુ એક પર્દાફાશ

  • ખંભાત પછી ક્યાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ?

  • નવા જથ્થા સાથે શું છે ખંભાતનો સંબંધ?

  • કોણ યુવાધનને કરી રહ્યું છે બરબાદ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી થોડા દિવસો પહેલા જ આણંદના ખંભાતમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સની આખી ફેક્ટરી મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. ગુજરાત ATSએ 24 જાન્યુઆરીએ ખંભાતનીગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીમાંથી 107 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. આ જથ્થા સાથે 6 આરોપીઓની પણ ધરપકડ કરાઈ હતી. જેમાંથી એક આરોપીની તપાસ દરમિયાન વધુ ડ્રગ્સનો મળી આવ્યો છે. ખંભાત બાદ હવે ધોળકામાંથી ડ્રગ્સનો 500 કિલો જથ્થો મળી આવ્યો છે. ATSએ ધોળકાની કંપનીમાં રેડ કરીને 500 કિલો ટ્રામાડોલ જપ્ત કર્યું છે. જેનું કિંમત 50 કરોડથી વધારે થાય છે.


ધોળકામાંથી શું મળ્યું?


  • ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉનમાં રેડ કરાઈ

  • ગોડાઉનમાંથી 500 કિલો ડ્રામા ડોલનો જથ્થો મળી આવ્યો

  • પેકિંગ કરવા માટે 49 હજાર 800 પેકિંગ બોક્સ 

  • પેકેજીંગ ફોઈલના 6 રોલ પણ જપ્ત કરાયા 


ખંભાતમાંથી જે ફેક્ટરી ઝડપાઈ તેમાં આરોપીઓની પણ ધરપકડ કરાઈ હતી. આ તમામ આરોપીઓમાંથી રણજીત ડાભી નામના આરોપીની પૂછપરછમાં ધોળકામાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ગોડાઉનમાંથી 500 કિલો ડ્રામા ડોલનો જથ્થો મળી આવ્યો, સાથે જ  આ પેકિંગ કરવા માટે 49 હજાર 800 પેકિંગ બોક્સ અને પેકેજીંગ ફોઈલના 6 રોલ પણ જપ્ત કરાયા છે. 


કોણ છે આરોપી?
આ તમામ જથ્થો આફ્રિકાના દેશોમાં મોકલવાનો હતો. આ ગોડાઉનના માલિકની શોધખોળ ચાલી રહી છે. આણંદના ખંભાતમાંથી ડ્રગ્સના કાળા કારોબારમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં રણજીત ડભી, વિજય મકવાણા,હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણાનો સમાવેશ થાય છે.


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ અનેક જગ્યાએથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ઘણીવાર દરિયા પટ્ટીમાંથી ઝડપાય છે. તો ઘણીવાર અલગ અલગ હથકંડા અપનાવીને લવાતું ડ્રગ્સ મળે છે. પરંતુ હવે તો આખી ફેક્ટરીઓ જ મળી રહી છે જે ચિંતાનો વિષય છે. હવે જોવું રહ્યું કે, આગળ ક્યાંથી ડ્રગ્સ મળી આવે છે?