હિતેન વિઠલાણી/દિલ્હી : અલ્પેશ ઠાકોર આવતા અઠવાડિયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આગામી બે દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાણ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસારક આવાનારા 2 દિવસોમાં અલ્પેશ ઠાકોર પોતાની આગામી રણનીતિ જાહેર કરશે. પોતાના મત વિસ્તાર રાઘનપુરના વિકાસ અને ઠાકોર સમાજના હિત માટે પોતાની રાજકીય ઇનિંગની નવેસરથી શરૂઆત કરશે. અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરી શકે છે.


રાજકોટ: રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાનું નાક અને કાન કાપી નાખ્યા


જુઓ LIVE TV



કોંગ્રેસમાંથી તમામ પદોપરથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હટાવવા માટે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યા બાદ તરત જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. હવે સુત્રો દ્વારા માહિતી મળી રહી છે, કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાણ કરી શકે છે.