તૃષાર પટેલ/વડોદરા: શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા એક કિન્નરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કિન્નર આરતીકુંવરબાના આપઘાત પાછળ વડોદરા કિન્નર સમુદાયની જૂથબંધી સામે આવી છે. આપઘાત કરાયેલા કિન્નર આરતીકુંવરબાના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો છે. જ્યાં મોટી સંખ્યામાં કિન્નરો એકઠા થયા હતા. હોસ્પિટલ ખાતે પહોંચેલા કિન્નર સમાજ દ્વારા બરાનપુરા કિન્નર સમાજપર આક્ષેપો કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતક કિન્નર તેના પરિજનો સાથે રહેતી હતી જેથી તેને અન્ય કિન્નર સમાજ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ત્યારે અગાઉ પણ ત્રણ કિન્નરોએ માનસિક ત્રાસના કરાણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એસ.એસ.જી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કિન્નરો દ્વારા ન્યાયિક તપાસ કરવાની માગ કરવામાં આવી હતી. 


અમૂલ ડેરી દેશભરમાં કરશે 1200 કરોડનું રોકાણ, બનાસકાંઠામાં નાખશે નવો પ્લાન્ટ



આપઘાત કરનાર કિન્નરના સમર્થકોએ અગાઉ પાણીગેટ, બાપોદ,ગોરવા ,ગોત્રી પોલીસ મથકે બરાનપુરા કિન્નર સમાજ સામે ફરિયાદ કરી હતી. મહત્વનું છે, કે વડોદરા કિન્નર સમાજ બે વિભાગમાં વહેચાયેલું છે. બરાનપુરા ખાતે રહેતા કિન્નર સમુદાયે પરિજનો સાથે રહેતા કિન્નરોનો વિરોધ કરી રહ્યા છે.