હનીફ ખોખર/જુનાગઢ : જૂનાગઢનાં ગરવા ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો મહા શિવરાત્રિનો મેળો હવે મહાશિવકુંભ તરીકે યોજવાનો છે અને તે માટે ગુજરાત સરકાર સરકાર તરફથી તડામાર તૈયારીઓ સારી કરી દેવામાં આવી છે. આગામી 27 મી ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી 6 દિવસ સુધી યોજાનાર આ મહા શિવ કુંભમેળા પહેલાજ LED સ્ક્રીન અને લાઈટ ડેકોરેશન માટે અત્યારથી જ વિવાદ શરૂ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવના જોખમે તાર-બિલ્ડિંગ પર લટકતા પતંગના દોરાને કાઢે છે આ યંગસ્ટર્સ


જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં યોજાતા મહા શિવરાત્રીના મેળાને હવે મહાશિવ કુંભ તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવશે. જૂનાગઢનો આ મેળો રાજ્યની ઓળખ બને તે રીતે તેનું ગરિમાપૂર્ણ, સનાતન અને સામાજિક સમરસતાની સંસ્કૃતિને ઉજાગર કરીને વિશિષ્ટ રીતે ઉજવવાનું રાજ્ય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ, મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રનું સંયુકત આયોજન છે. રોડ રસ્તા અને બાંધકામને લગતા અનેક ટેન્ડરોની પ્રક્રિયા શરૂ થઇ છે. ત્યારે LED સ્ક્રીન અને લાઈટ ડેકોરેશનના ટેન્ડર અંગે વિવાદ સર્જાયો હતો. કમંડલ કુંડના મહંત અને સાધુ સમાજના અગ્રણી સ્વામી મુક્તાનંદગિરીજી મહારાજ LED સ્ક્રીન અને લાઈટ ડેકોરેશનના કામ અંગે ભારે વિરોધ કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો છે કે, LED સ્ક્રીન અને લાઈટ ડેકોરેશનના કામ ભ્રષ્ટાચાર માટે જ કરવામાં આવે છે. 


2014 પહેલા દેશનું નેતૃત્વ ભયના માહોલમાં જીવતુ હતું : ઓમ માથુર


જુનાગઢનો મહાશિવરાત્રિનો મેળા માટે હવે બે મહિના પહેલા જ આગોતરું પ્લાનિંગ કરવામાં આવે છે. મહાશિવરાત્રીના શિવ કુંભ મેળામાં પુષ્પવર્ષા, હાથી ધોડા સાથેની રવેડી, થ્રી-ડી અને લેસર શો, રૂટમાં ગેઇટ સાથેનું સુશોભન, પ્રથમ દિવેસે સંતયાત્રા, મહાઆરતી, આ ઉપરાંત લોકો માટેની કાયમી સુવિધા ઉભી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું. જો કે સાધુ સમાજ દ્વારા LED સ્ક્રીન અને લાઈટ ડેકોરેશનના કામનો વિરોધ કરાયો હતો. આ વિરોધ બાદ આખરે જૂનાગઢ મહાનગરપાલિકાએ LED સ્ક્રીન અને લાઈટ ડેકોરેશનના ટેન્ડરને રદ્દ કરી નાણાં રોડ રસ્તા અને સફાઈ માટે વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે.


સુરત : સાંજે બર્થડે પાર્ટી પહેલા જ 13 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈ લીધો


આ અંગે ખુલાસો કરતા જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, કુલ 6 કરોડના ટેન્ડરોનાં કામ શરુ કર્યા છે, જેમાં એક પણ રૂપિયો ખોટી રીતે ના વપરાય તેની ખાસ કાળજી લેવાઈ રહી છે.


પારસીઓનું ગામ સંજાણમાં હોરર ફિલ્મ જેવું દ્રશ્ય જોઈ લોકો ગભરાયા, ગાડી સાથે લટકતી આવી લાશ