આગકાંડ બાદ વડોદરા પાલિકના ફાયર વિભાગે 900 ટ્યુશનના સંચાલકોને આપી ટ્રેનિંગ
સુરત ખાતે સર્જાયેલ આગ કાંડ બાદ વડોદરા પાલિકાના ફાયર વિભાગ દ્વારા વિવિધ ટ્યૂશન કલાસીસ ખાતે ફાયર સેફટી સહિત ની સુવિધા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફાયર સેફટીનો અભાવ જોવા મળેલ ટયુશન ક્લાસના સંચાલકોને ફાયર વિભાગની એન.ઓ.સી લેવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.
તૃષાર પટેલ/વડોદરા: સુરત ખાતે સર્જાયેલ આગ કાંડ બાદ વડોદરા પાલિકાના ફાયર વિભાગ દ્વારા વિવિધ ટ્યૂશન કલાસીસ ખાતે ફાયર સેફટી સહિત ની સુવિધા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફાયર સેફટીનો અભાવ જોવા મળેલ ટયુશન ક્લાસના સંચાલકોને ફાયર વિભાગની એન.ઓ.સી લેવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.
આ આદેશ કર્યા બાદ શહેરમાં કાર્યરત મોટાભાગના ટ્યૂશન કલાસીસ બંધ થઈ ગયા હતા. એન.ઓ.સી મેળવવા અને ફાયરની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવી તે અંગેની સમજ કેળવવા માટે આજે ફાયર વિભાગ અને શહેરના ટ્યૂશન ક્લાસિસના સંચાલકોને એસોસિએશન દ્વારા નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલીકા કમીશ્નર, પોલીસ કમિશ્નર સહિત શાસક પક્ષના હોદેદારો હાજર રહ્યા હતા. આ સેમિનારમાં 900થી વધુ ટ્યૂશન કલાસના સંચાલકો હાજર રહ્યા હતા.
સુરત: લક્ઝરીયલ કારની ચોરી કરનાર કુખ્યાત બિસ્નોઇ ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ
શહેરમાં સુરતની આગકાંડની ઘટના બાદ કોઈ પણ ટ્યૂશન કલાસ એન.ઓ.સી વિના નહિ ચલાવવા અંગેનો આદેશ જાહેર કર્યા બાદ વડોદરા ખાતે આજે શહેરના એકેડેમિક એસોસિએશન દ્વારા અગ્નિ શમન જાગૃતિ ને લઇને નિઃશુલ્ક સેમિનારનું કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શહેરના 900 ટ્યૂશન કલાસના સંચાલકો સહિત શહેરના જાગૃત નાગરિકો હાજર રહ્યા હતાં. સુરતમાં બનેલી ઘટના બાદ શિક્ષકો સહિત ટ્યૂશન ક્લાસીસમાં સંચાલકોને અગ્નિશમનની કામગીરી કેવી રીતે કરવી. આગ જેવી દુર્ઘટનાના સમયે કેવી રીતે બચાવ કાર્ય કરવું તે અંગે જાગૃતિ અને પ્રત્યક્ષ નિદર્શન અગ્નિ શમન અને તાત્કાલિક સેવાઓના વિભાગ દ્વારા સેમિનારમાં દર્શાવવામાં આવ્યો હતો.
મહિલાને મારનાર ધારાસભ્ય બલરામ થાવાણીને ભાજપે ફટકારી શો-કોઝ નોટિસ
અલબત્ત આગકાંડની ઘટના બાદ ટ્યૂશન ક્લાસિસના સંચાલકો પણ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈ કચાશ રાખવા માંગતા નથી. આજે યોજાયેલ સેમિનારમાં કલાસના સંચાલકો સાથે જાગૃત વાલીઓ પણ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન ફાયર વિભાગના કર્મીઓ દ્વારા ઉપસ્થિત રહેલા સંચાલકો અને વાલીઓને આગજનીના બનાવ સમયે કેવી રીતે કામગીરી કરવી એ માટેની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ફાયર વિભાગે આગ જેવી આકસ્મિક ઘટનામાં ફાયર વિભાગ સાથે સંકલન કરીને બચાવ તેમજ રાહત કામગીરી કેવી રીતે કરવી તે અંગેનું તાલીમ સાથે માર્ગદર્શન મેળવશે.