• પેટ્રોલ-ડીઝલ, CNG અને લીંબુ બાદ હવે દાળ-કઠોળના ભાવમાં વધારો

  • એક જ મહિનામાં દાળ-કઠોળના ભાવમાં 16 ટકાનો વધારો

  • તો પેટ્રોલ બાદ ડીઝલની કિંમત પણ 100 રૂપિયા થઈ... 


ઝી મીડિયા/બ્યૂરો :ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં ખેતપેદાશોમાં મોંઘવારી નડે છે. કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. રોજેરોજ ભાવના નવા ચાર્ટ બને છે, અને તેમાં વધારો જ થઈ રહ્યો છે. આમાં, હવે રસોડામાં બનતા દાળ અને કઠોળ મોંઘા થવા લાગ્યાં છે. છેલ્લા એક જ મહિનામાં દાળ-કઠોળના ભાવમાં 16 ટકાનો જંગી વધારો થયો છે. આ ભાવ વધારાના અનેક કારણ છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજો અને હોસ્ટેલો ખૂલતા તેમજ પ્રવાસન વધવાથી હોટલો-રેસ્ટોરન્ટમાં પણ દાળની માંગ વધી છે. સાથે જ કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે તેથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. 15 રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના 125 રૂપિયા થઈ ગયા છે. તો તુવેર, અડદની ખેતીમાં 25 થી 30 ટકાનો ઘટાડો થયો છે. કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળતા કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને કારણે ભાવ વધારો નડી રહ્યો છે. 


આ પણ વાંચો : શિક્ષકો હોય તો આવા, સરકારી શાળામાં પણ આવા શિક્ષકો મળે તો વિદ્યાર્થીઓનુ ભાવિ ચમકી જાય


પેટ્રોલ-ડીઝલમાં ફરી ભાવવધારો
રોજ રાત્રે પેટ્રોલ-ડીઝલમાઁ ભાવ વધારો થાય તો લોકોને આંચકો લાગે છે. સતત 15 દિવસથી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે CNGની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. મંગળવારે રાત્રે પેટ્રોલમાં 80 અને ડીઝલમાં 82 પૈસાનો વધારો થયો છે. CNGની કિંમતમાં 6.45 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ગુજરાત ગેસે કિલોદીઠ 6.45 રૂપિયા કિંમત વધારી છે. CNGની કિંમત પ્રતિકિલો 76.98 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ગુજરાત ગેસનો CNGનો અગાઉ ભાવ 70.53 રૂપિયા હતો. જેનો આજથી જ રાજ્યમાં નવો ભાવ વધારો અમલી થયો છે. સતત ભાવ વધતા પેટ્રોલ રૂપિયા 105 રૂપિયાને પાર થયું છે. પેટ્રોલ બાદ પણ ડીઝલની કિંમત પણ 100ની નજીક પહોંચી છે. 


આ પણ વાંચો : સુરત DCP નો ચાર્જ સંભાળનાર રૂપલ સોલંકી કયા મહિલા પ્લેયરથી પ્રભાવિત છે, જેને માને છે ગોડમધર


વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારાને લીધે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે અને ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી નથી થઈ તેવું પેટ્રોલપંપ સંચાલકો જણાવી રહ્યા છે.