આ સમાચાર વાંચ્યા બાદ તમે તમારા બાળકને રમવા જ નહી જવા દો, ચોંકાવનારો કિસ્સો
શહેરમાં બપોરના સમયે વિડીયા વિસ્તારની અંદર રમી રહેલા ત્રણ બાળકો પર જર્જરિત મકાનનો રવેશ તૂટી પડતા એક બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુંહ તું. જ્યારે અન્ય બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સોમનાથના ધારાસભ્ય વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ અને માછીમાર અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાળકોને ઉત્તમમાં ઉત્તમ સારવારની વ્યવસ્થા કરી હતી.
વેરાવળ : શહેરમાં બપોરના સમયે વિડીયા વિસ્તારની અંદર રમી રહેલા ત્રણ બાળકો પર જર્જરિત મકાનનો રવેશ તૂટી પડતા એક બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુંહ તું. જ્યારે અન્ય બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સોમનાથના ધારાસભ્ય વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ અને માછીમાર અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાળકોને ઉત્તમમાં ઉત્તમ સારવારની વ્યવસ્થા કરી હતી.
ભીડીયા વિસ્તારમાં બપોરના સામે રમી રહેલા બાળકો પર એકાએક જજરિત મકાન એકાએક તૂટી પડતા કોલાહલ મચી ગયો હતો. પુરાણા મકાનના પીઢીયા અને પથ્થરો નીચે 2 સગા ભાઇઓ સહિત 3 ફૂલ જેવી જિંદગી કચડાઈ હતી. ધનંજય ઇશ્વરભાઇ આંજણી નામના ૧૨ વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. તેમજ દીક્ષિત ઇશ્વરભાઇ આંજણી અને હેમેશ ગોહેલ નામના બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ડોક્ટરો દ્વારા પ્લાસ્ટરની સારવાર આપ્યા બાદ ગંભીર ઇજાઓને કારણે સીટી સ્કેન કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
GUJARAT CORONA UPDATE: 18 નવા કેસ, 16 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
આ ઘટનામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હોસ્પિટલે પહોંચી બાળકોના પરિજનોને સાંત્વના આપી હતી. તેમજ માછીમારી કરતા પરિવારના બાળકો માટે સરકાર દ્વારા રાહત સહાય ચુકવવામાં આવે તેવી પણ માંગ કરી હતી. સાથે જ શહેરના જર્જરિત બાંધકામોને ઉતારી લેવા માટે નગરપાલિકાને તેઓએ ટકોર કરી હતી. જેથી ભવિષ્યમાં આવી કરૂણ ઘટના ન બને તે માટે તમામ તકેદારીઓ લેવાની બાંહેધરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube