જૂનાગઢ :  એશિયાનો સૌથી ઉંચો ગિરનાર રોપવે શરૂ થઇ ચુક્યો છે. જો કે તેના ભાડાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અનેક સંસ્થાઓ અને સમાજો દ્વારા પ્રદર્શન અને રજુઆતો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હાલ જૂનાગઢમાં એક જન આંદોલન બની ચુક્યું છે. સંતોથી માંડીને અલગ અલગ સંગઠનો દ્વારા રોપવેના ભાવ મુદ્દે વિરોધ અને રજુઆતો કરવામાં આવી રહ્યા છે. જો કે ઉષા બ્રેકો કંપની દ્વારા હજી સુધી કોઇ ભાવ ઘટાડવા તરફી પગલા ઉઠાવાયા નથી. ઉલ્ટું કંપનીએ કહ્યું કે, 14 નવેમ્બર બાદ GST પણ વસુલવામાં આવશે એટલે રોપવેની ટિકિટમાં ઘટાડો થશે. ત્યારે નાગરિકો હવે લડી લેવાના મુડમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીમાં ફરસાણ-મીઠાઈમાં મિલાવટ કરનારાઓ પાસેથી 17 કરોડનો દંડ વસૂલાયો : ડો.કોશિયા

આ મુદ્દે સાંજે બેઠક કરવામાં આવશે. શહેરના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મળનારી બેઠકમાં શહેરના પ્રથમ નાગરિક  ધીરૂભાઇ ગોહીલ, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, તમામ સમાજના આગેવાનો અને સામાજીક શૈક્ષણીક તબીબ તેમજ કાયદાકીય રીતે મજબુત લોકો સાથે બેઠક કરવામાં આવી હતી. જો ઉષા બ્રેકો કંપની રોપ વેનું ભાડુ ન ઘટાડે તો જન આંદોલન કરવાની તૈયારી માટેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવશે.


શાળા-કોલેજ ખોલવા અંગે શિક્ષણમંત્રી બોલ્યા, દેશમાં શાળા ખોલવાના નિર્ણયમાં આપણે પહેલા નથી

ગિરનાર રોપવેની ટિકિટનાં ઉચા ભાવને કારણે લોકોમાં વિરોધ ઉઠી રહ્યા છે. હવે સામાજીક સંસ્થાઓ પણ મેદાને આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, સ્થાનિકો અને તમામ લોકો કહી રહ્યા છે કે, આ રોપવેનું ભાડુ 300થી 400 રૂપિયા હોવું જોઇએ. ટિકિટના ભાવ ઘટાડવામાં નહી આવે તો રોપવેનો બહિષ્કાર  કરવાની નોબત આવશે. સામાજીક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ થતી હોય છે. જેમાં વૃદ્ધો, દિવ્યાંગો, જરૂરિયાતમંદ લોકો, વિધવા મહિલાઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવતી હોય છે. વર્ષમાં એકાદ વખત યાત્રાધામોનાં દર્શન પણ કરાવે છે. હાલ રોપ વે શરૂ થતા જરૂરિયાત મંદ લોકોમાં અંબાના દર્શન કરાવવાનું નક્કી કર્યું હતું. જો કે રોપવે દ્વારા 700 જેટલા ભાવ રાખવામાં આવતા હોય છે. જેના કારણે દાતાઓને પણ ખર્ચનો બોજ વધી જાય છે. પરિણામ જરૂરિયાતમંદ લોકોને દર્શન કરવાનું પણ માંડીવાળવું પડે છે. ત્યારે ઉષા બ્રેકો કંપની રોપવેના ભાવમાં ઘટાડો નહી કરે તો નાછુટકે સામાજીક સંસ્થાઓને બહિષ્કારનો માર્ગ અપનાવવો પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube