પરપ્રાંતીય પરના હુમલા મામલે આરોપ લગાવાતાં અલ્પેશ ઠાકોરે કરી સ્પષ્ટતા, કહ્યું- આ મારૂ કામ નથી
પરપ્રાંતીયોના વિવાદ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે ઠાકોર સેનાના યુવાનોને ફસાવવામાં આવી રહ્યાં છે. વાત કરતા કરતા અલ્પેશ ઠાકોર ભાવુક થયા હતા અને અલ્પેશ ઠાકોરની આંખમાં આંસૂ આવી ગયા હતા.
ગૌરવ પટેલ/ અમદાવાદ: સાબરકાંઠામાં બાળકીના દુષ્કર્મની ઘટનાના સમગ્રરાજ્યમાં ઘેર પ્રત્યઘાત પડ્યા છે અને ઠેર ઠેર પરપ્રાંતીય લોકો પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. જેના પગલે રાજ્યમાંથી 20 હજાર જેટલા પરપ્રાંતીય ઘર છોડી પોતાના વતન જવા મજબુર બન્યા છે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો ગુજરાત છોડી રહ્યા છે ત્યારે તેની સીધી આંગળી ચિંધવામાં આવી રહી છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ કોઇ એક પર્ટિકુલર વ્યક્તિને તેને કોઇ જાતિ કે ધર્મ સાથે લેવા-દેવા નથી. એના માટે તેને કોઇ ધર્મ કે સમૂહ સાથે જોડવું નહી. અને તે દિવસથી મે વારંવાર અપીલ કરી છે. મેં તે દિવસે જ કહ્યું હતું કે 14 મહિના દિકરીના મુદ્દે કોઇ રાજકારણ ન કરતા. પરંતુ આ રાજકારણી જાડી ચામડીના છે તેમને સંવેદના સાથે કોઇ લેવાદેવા નથી. આ અત્યારે જે કંઇ ચાલી રહ્યું છે તે ઠાકોર સમાજને બદનામ કરવાનું કાવતરું છે. ઠાકોર સમાજ અને એસટી, એસસી સમાજ એક થયો છે તેને તોડવાનું કામ છે. કોઇના પર હુમલા થયા નથી અને કોઇ હોસ્પિટલમાં દાખલ થયું નથી. આ તો ઠાકોર સમાજને બદનામ કરવાનું કાવતરું છે. આ તો માત્ર અફવાઓનું બજાર છે.
'મારો પુત્ર દોષી છે તો આપો સજા, પણ બિહારીઓને ભગાડશો નહી'
દસ દિવસથી મારો દિકરો બિમાર છે મારા દિકરા ક્રિટીકલ કંડિશન છે. મેં નક્કી કરી લીધું છે કે હું બધુ છોડીને જતો રહીશ. હું મારી ઠાકોર સેનાને બોલાવી રહ્યો છું તેમને હું છેલ્લીવાર પૂછી લઇશ. હવે હું ધારાસભ્ય પણ રહેવા માંગતો નથી. હું મારા સમાજના છોકરાઓ વચ્ચે જતો રહીશ મેં મારી બાળસેના તૈયાર કરી છે. કદાચ એવું બને કે સદભાવના ઉપવાસ મારા છેલ્લા ઉપવાસ હોઇ શકે. મારા સમાજને બદનામ કરવામાં આવી રહ્યો છે માટે બહાર આવ્યો છું. પરંતુ હું મારા સમાજને છેલ્લીવાર પૂછી લઇશ કે આવી અસૂરી શક્તિ સામે લડવું છે કે નહી.
રાજ્યમાં ૫૬ ગુના દાખલ કરી ૪૩૧ આરોપીઓની ધરપકડ : ૭ એસ.આર.પી. કંપનીઓ તૈનાત
હવે અલ્પેશ ઠાકોર ઘર પકડીને બેસી જશે. જો મારા કારણે રાહુલ ગાંધીને તકલીફ પડતી હોય તો હું સામે ચાલીને રાજીનામું આપી દઇશ મારા કારણે મારા નેતાને તકલીફ ન પડવી જોઇએ. જો પરમ દિવસે મારા નેતાઓ મને રાજનિતિ છોડવાનું કહેશે તો હું રાજનિતિ છોડી દઇશ. મને લાશોની રાજનિતિ નહી ફાવે.
પરપ્રાંતીયોના વિવાદ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે ઠાકોર સેનાના યુવાનોને ફસાવવામાં આવી રહ્યાં છે. વાત કરતા કરતા અલ્પેશ ઠાકોર ભાવુક થયા હતા અને અલ્પેશ ઠાકોરની આંખમાં આંસૂ આવી ગયા હતા.
તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અલ્પેશ ઠાકોરે મોટો આરોપ લગાવતા જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરના સંગઠને જ હુમલાનો આદેશ આપ્યો છે. હુમલા કરનારાઓને છોડીશું નહી. આ ઉપરાંત હુમલાખોરોને કોંગ્રેસ સમર્થન ન આપે તેવું જણાવ્યું છે. કોંગ્રેસે અલ્પેશ પર કાર્યવાહી કરવી જોઇએ તેમ પણ જણાવ્યું હતું. કોંગ્રેસ મુદ્દાને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા સામાજિક સંસ્થાઓ કે સંગઠન પર પગલાં ભરવાની જરૂર નથી પણ તેમાં તોફાની તત્વોને દૂર કરી તેને પગલાં ભરવાં જોઈએ.
નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપતાં કહ્યું કે હુમલો કરનાર સંગઠન ના આગેવાન અલ્પેશ ઠાકોર છે. તેના સંગઠન દ્વારા જ હુમલા થયા છે. રાહુલ ગાંધી સલાહ આપવા નિકળ્યા છે તેમને કહીશ કે તમારા સ્થાનિક નેતાઓને પુછો કે કોણ છે. કોંગ્રેસના નેતાઓ સમગ્ર ઇસ્યુ ને બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર હુમલો કરવાની જરૂર નથી પણ કોંગ્રેસના તેમના નેતા સામે પગલાં લેવા જોઈએ.