હિંમતનગર:  સાબરકાંઠા જિલ્લામાં આવેલ જળાશય ચાલુ સાલે ચોમાસા દરમિયાન પૂર્ણ સપાટીએ ભરાયા ના હોવાને લઇ આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે સમસ્યા સર્જાઈ શકે છે. જિલ્લાના ગુહાઈ જળાશયમાં ઉનાળા પૂર્વે જ નહિવત પાણીના જથ્થાને લઈ સ્થાનિકો ચિંતિત બન્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલ જળાશય પૈકીના ગુહાઈ જળાશય આજુબાજુના સ્થાનિકો માટે આશીર્વાદ સમાન છે પરંતુ ચાલુ સાલે ચોમાસા દરમિયાન ગુહાઈ જળાશય પૂર્ણ સપાટીએ ભરાયો ના હોવાને લઇ આગામી ઉનાળા સિઝન માં સમસ્યા સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ગુહાઈ જળશાય પીવાના પાણી સહિત સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે પરંતુ હાલમાં નહિવત પાણીના જથ્થાએ સ્થાનિકોને ચિંતિત કર્યા છે.ગુહાઈ જળાશયમાં ૧૦.૯૫  mcm(મિલિયન ક્યુબીક મીટર) જથ્થો હાલમાં છે જેમાંથી  ૩.૪૨ mcm જીવંત જથ્થો  છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાતીલ હસીના! નાણાની હેરાફેરી, ડેટા પ્રોવાઇડ કરાવવા સહિતની તમામ કામગીરી કરે છે !


તો બીજી તરફ રોજે રોજ પીવા માટે આપવામાં આવતા પાણી સહિત જળશાયમાંથી બાષ્પીભવન થતા પાણી સાથે રોજનું  ૨ સેન્ટિમીટર પાણી ઘટી રહ્યું છે.ત્યારે આગામી ઉનાળા સિઝન દરમિયાન ખેડૂતોને સિંચાઈનું લાભ આપવાની શક્યતાઓ નહિવત છે ત્યારે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે સિંચાઇનું પાણી મળવું મુશ્કેલ છે.બાજરી,જુવાર,દિવેલા અને લીલો ઘાસચારો કેનાલ આધારિત ખેતી કરી પકવતા ખેડૂતો માટે આગામી સમય ચિંતાજનક છે ત્યારે ખેડૂતો પણ નર્મદાના પાણી ડેમમાં નાખી ખેડૂતોની સમસ્યા હલ કરવા સરકારને વિનંતી કરી રહ્યા છે.


IND vs ENG: અમદાવાદમાં રમાનારી ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં, GCA એ લીધો મોટો નિર્ણય


એક તરફ ખેડૂતોની સિંચાઇ તો બીજી તરફ જળાશયની આજુ બાજુના ગામો અને હિંમતનગર શહેરના સ્થાનિકોને પીવાનું પાણી પૂરું પાડતો ગુહાઈ જળશાય ચાલુ સાલે ઉનાળા પૂર્વેજ નહિવત જથ્થા સુધી પહોંચ્યો છે ત્યારે આગામી સમયમાં પાણીની પરોજણ ઉભી થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ગુહાઇ જળાશય થકી આજુબાજુના ત્રણ હજાર હેકટર જમીનમાં સિંચાઇ પુરી પાડવામાં આવે  છે તો સાથે જ ઇડર તાલુકાના ૬૦ ગામ ,હિંમતનગર તાલુકાના ૮૦ ગામ સહિત હિંમતનગર શહેરના સ્થાનિકોને પીવાનું પાણી પૂરું પાડે છે ત્યારે હવે જળાશયમાં પાણીના નહિવત જથ્થાને લઈ ઉનાળુ સિઝન દરમિયાન ખેડૂતોને સિંચાઇનું પાણી આપી શકાય એ સ્થિતિ નથી ત્યારે ખેડૂતોની માગણી પ્રમાણે આગામી સમયમાં સિંચાઇ સલાહકાર સમિતિની બેઠક મળ્યા બાદ ખેડૂતોને સિંચાઇ આપવી કે નહીં એ નિર્ણય લેવામાં આવશે. ઉનાળા સિઝન ની શરૂઆત થાતની સાથેજ પાણી ની પરોજણ શરૂ થઈ છે ત્યારે ઉનાળુ પાકની વાવણી કરતા ખેડૂતો સિંચાઇ માટે ચિંતિત બન્યા છે ત્યારે તંત્ર દ્વારા નર્મદાના પાણી ગુહાઇ જળાશયમાં લાવીને ખેડૂતોની ચિંતા દૂર કરશે કે પછી ખેડૂતોએ વધુ એક ફટકો સહન કરવો પડશે એ તો આગામી સમયજ બતાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube