• ભરૂચના ગોકુલનગરમાં જૂથ અથડામણની ઘટના

  • તોરણ લગાવવાના મુદ્દે બે જૂથના લોકો વચ્ચે બબાલ

  • પોલીસે રાત્રે જ સીસીટીવી ચેક કરીને આરોપીઓની કરી અટકાયત


ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન માહોલ તંગ બની રહ્યો છે. સુરત, વડોદરા બાદ ભરૂચમાં થયો કોમી ભડકો! કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન? કોણ ફેલાવી રહ્યું છે કટ્ટરતા? આ સવાલનો જવાબ મેળવવા પોલીસ કામે લાગી. ભરૂચના ગોકુલનગરમાં જૂથ અથડામણની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો. એકાએક વિસ્તારમાં તંગદિલી ઉભી થતા પોલીસ તંત્ર દોડતું થયું. તોરણ લગાવવાના મુદ્દે બે જૂથના લોકો વચ્ચે બબાલ થઈ હોવાનું કારણ સામે આવ્યું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે રાત્રે જ સીસીટીવી ચેક કરીને આરોપીઓની કરી અટકાયત.


  • સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ

  • ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં લોકો વચ્ચે ઘર્ષણ

  • પરિસ્થિતિ તંગ બનતા એક સાથે પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ એ મિલાદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. ત્યારે એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવાતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.


છેલ્લા એક અઠવાડીયા દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો, વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ બાદ હવે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં તંગદિલી સર્જાતા રાત્રિના સમયે પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને ટોળાને વિખેરી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે ભરૂચ એસપી દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.


લોકોને અફવાઓથી દુર રહેવા પોલીસની અપીલઃ
સમગ્ર હંગામા મામલે ભરૂચ જિલ્લા એસપીએ મયુર ચાવડાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. મયુર ચાવડાએ જણાવ્યું છેકે, હાલ અહીં સ્થિતિ ઢાળે પડી ગઈ છે. લોકોએ ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. કોઈ સમસ્યા જણાય તો સીધો પોલીસનો સંપર્ક કરવો જોઈએ.


વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી આવાસ યોજના અર્બન-7 રેસિડેન્સીના ટેરેસ પર 8 સપ્ટેમ્બર, 2024 અરબી ઝંડા લગાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાને લઇને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યાર બાદ વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી આવાસ યોજના અર્બન-7 રેસિડેન્સીના ટેરેસ પર 8 સપ્ટેમ્બરે અરબી ઝંડા લગાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાને લઇને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.