ઝી બ્યુરો/જૂનાગઢ: કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને સાહસ વિના સિદ્ધિ નથી. આ કહેવતો ને ચરિતાર્થ કરી છે કેશોદ તાલુકાની કોમલ મક્કાએ. જેમણે પોતાના પતિના અવસાન બાદ તેની જ જગ્યાએ દેશ સેવાની સાથે પોતાના પતિનું સ્વપ્ન પૂરું કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખ પછી ગુજરાતમાં અણઘારી આફત! કાતિલ ઠંડી, વાવાઝોડું અને માવઠું ભૂક્કા બોલાવશે


કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેતી કોમલ મક્કા...જે પોતે એક ગૃહિણી છે અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થિ સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવ્યો. કોમલ મક્કા પેરામીલેટરી ફોર્સમાં ફરજ બજાવે છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલબેન મક્કાના લગ્ન કેશોદ તાલુકાના જ કેરાળા ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા.


બોપલમાં વધુ એક હત્યા! NRI જમીન દલાલની માથું છૂંદાયેલી હાલતમાં લાશ મળી, સંતાનોએ USથી


મહેશસિંહ મક્કા પેરામેલટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા. પરંતુ બે વર્ષ પહેલા મહેશસિંહ મક્કા નું ચાલુ ફરજ દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું અને કોમલ મક્કા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા અને હવે શું કરશે તે માટે તેઓ સતત વિચારતા હતા તે દરમિયાન પેરામિલરી ફોર્સ માંથી મહેશસિંહ મકાની જગ્યાએ તેમના પરિવારજનો માંથી કોઈને નોકરી કરવી હોય તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો અને આ ઉપર લેટર કોમલબેન મક્કા માટે આશીર્વાદરૂપ સાબિત થયો.


અમદાવાદના પ્રજાપતિ પરિવારને ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ, માંડ માંડ બચ્યા!


જ્યારે કોમલબેન મકકા એ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલરી ફોર્સમાં જવાનો નિર્ણય લીધો. પરંતુ તેમના સાસરિયાંઓ દ્વારા તેમને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યા હતા પરંતુ દૃઢ અને મક્કમ મનોબળ થી તેઓએ પેરમિલ્ટ્રી ફોર્સ માં જવાનું નિર્ણય લઈને પોતાના પાંચ વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે 11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરા થી અલગ રહીને ટ્રેનિંગ લીધી હતી. દરમિયાન પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી પરંતુ એક જ નિર્ધારતો કે પોતાના પતિ મહેશાસિંહનું સપના પૂર્ણ કરવા તેઓએ તનતોડ મહેનત કરી અને અંતે ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂરી કરી અને લખનૌમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા.


આ દેશની ટોચની 5 સૌથી વધુ પગારવાળી નોકરીઓ, એકવાર મળી ગઈ તો લાઈફ થઈ જશે સેટ


ઘર કામ કરતી મહિલા અને પેરામિલ્ટ્રી ફોર્સ મા ફરજ બજાવતી મહિલા વચ્ચે ઘણું તફાવત છે પરંતુ પોતાની આવડત બુદ્ધિ અને દ્રઢ મનોબળથી કોમલબેન મક્કા ખૂબ જ સારી રીતે આ તફાવતને ભૂલીને બંને કામ કરી રહી છે ઘર પણ સંભાળે છે અને પોતે પેરામિલટ્રી ફોર્સમાં ફરજ કરીને પોતાના એકના એક દીકરાનું ભવિષ્ય પણ બનાવવા માટે મહેનત કરી રહી છે. તેમના માતા પિતા અને પરિવારનો સાથ સહકાર મળતા તેઓ આ જગ્યાએ પહોંચ્યા છે.