ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં નકલી અધિકારીઓ બાદ હવે આખે આખી નકલી સરકારી કચેરી પણ ધમધમતી થઈ છે. જી હા...અંધેર વહીવટ ચલાવતા ઉપરી અધિકારીઓએ નકલી કચેરીનાં 93 કામ પાસ કરીને સવા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. છોટાઉદેપુરના આ બનાવથી જનતા પણ સ્તબ્ધ બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સામાન્ય નાગરિકોએ નાની રજૂઆતો માટે નહીં ખાવા પડે ધક્કા, CM નો નવતર અભિગમ


"કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી" નામની કચેરી બનાવી
આ વિશે મળતી માહિતી પ્રમાણે, નકલી અધિકારીઓ બાદ હવે આખે આખી ખોટી સરકારી કચેરી ઊભી કરી ચાર કરોડ પંદર લાખનો સરકારને ચૂનો ચોપડયો છે. છોટાઉદેપુરમાં કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી" નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી ઉચાપત કરી છે. આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી કૌભાંડ કર્યું છે. 


'હર્ષ સંઘવી તો મારા ખિસ્સામાં રહે છે', ભાજપનો નેતા પત્ની પર દેખાડતો હતો પોતાનો પાવર


સંદીપ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
છોટાઉદેપુરમાં બનેલી બોગસ સરકારી કચેરી 26/07/2021થી અત્યાર સુધી ધમધમતી હતી અને કુલ 93 કામોનાં રૂ 4,15,54915/- કરોડનું કૌભાંડ આચર્યું છે. આ આખેઆખી કચેરી ચલાવનાર આરોપી સંદીપ રાજપૂત સામે કલમ 170,419,465,467,468,471,472,474, 1NS, 20B મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સંદીપ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


2017 કે 2022 જેવો લોલીપોપ મળશે કે 7 લાખ કર્મચારીઓ થશે રાજીના રેડ