અમદાવાદ : ગુજરાતમાં શાળા ફી મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે હાલમાં જ ફી માફીની જાહેરાત બાદ FRC ની વેબસાઇટ પર ટ્યુશન ફી અંગેની કોઇ માહિતી જ ઉપલબ્ધ નથી. આ અંગે વાલીમંડળ દ્વારા ફરી શિક્ષણ મંત્રીને રજુઆત કરીને એફઆરસીને ગુજરાતની શાળાઓમાં મંજુર કરવામાં આવી નથી. ટ્યુશન ફી બાબતના હૂકમો તત્કાલ અસરથી વેબસાઇટ પર ચારેય ઝોનમાં મુકવા તથા જે વાલી હૂકમની નકલ મેળવવા માંગતા હો તો તત્કાલ અસરથી રજુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરફોડ ચોરો પર અમદાવાદ ગ્રામ્ય LCB એ સકંજો કસ્યો , ૭ આરોપીઓને ઝડપી ૩૦ ગુનાનો ઉકેલ્યો ભેદ ચોરીની રિવોલ્વર કબ્જે

સમગ્ર ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રીને એક પત્ર લખીને જાણ કરી છે કે, 29 સપ્ટેમ્બરે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી મીટિંગમાં જે સાત મુદ્દાઓની લેખીત રજુઆત કરી હતી જો આ મુદ્દાઓનું ધ્યાન રાખવામાં નહી આવે તો શાળા સંચાલકો દ્વારા તેને વાલીઓ સુધી પહોંચાડવામાં જ નહી આવે. વાલી મંડળનો દાવો છે કે,29 સપ્ટેમ્બરે જે રજુઆત થઇ તે અંગે હજી સુધી કોઇ જ નિર્ણય આવ્યો નથી. જેના કારણે સમગ્ર ગુજરાતના વાલીઓ દ્વારા અમને વારંવાર રજુઆતો મળી રહી છે. અમને મળેલી રજુઆતમાં વાલીઓનું કહેવું છે કે, શાળા સંચાલકો દ્વારા અમને કોઇ પણ માહિતી અપાઇ નથી. ઉપરાંત એફઆરસીની વેબસાઇટ પર 2019-20 તથા 2020-21 દરમિયાન મંજુર કરવામાં આવેલી ટ્યુશન ફી અંગેની કોઇ જ માહિતી અપાઇ નથી. 


પ્રધાનમંત્રી મોદીનું દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનુ સુરતીઓએ કર્યું પૂરુ

શાળા સંચાલકો દ્વારા એક ઠરાવ કરીને 31 ઓક્ટોબર પહેલા તમામ ફી ચુકવી દેવાશે તો જ સરકાર દ્વારા જાહેર કરાયેલ 25 ટકા ફી માફીનો લાભ મળશે તેવું જણાવાયું છે. સાત મુદ્દાઓની સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે તેમાં જે શંકાઓ સેવાઇ રહી હતી તે હવે સાચી પડી રહી છે. વાલી મંડળના પત્રમાં શિક્ષણ મંત્રીને એવું પણ જણાવવામાં આવ્યું છે કે, શાળા સંચાલકો વાલીઓને જે ફીની રકમ ભરવાની વાત કરી રહ્યા છે તેમાં ઇત્તર પ્રવૃતિની ફી લેવાનો કારસો છે અને સંચાલકોનું કહેવું છે કે આ તમામ રકમ માત્ર ટ્યુશન ફી જ છે. જેથી આવા સંજોગોમાં 2019-20 તથા 2020-21 દરમિયાન ટ્યુશન ફીના હુકમો FFRC ની વેબસાઇટ પર મુકવા માટે તેમજ વાલીઓ તેની નકલ મેળવવા માંગતા હોય તો તત્કાલ અસરથી તેને રજુ કરવા માટેની માંગ પણ વાલી મંડલે પત્ર લખીને શિક્ષણમંત્રીને કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube