લોકસભા 2019: દાદી, પિતા, માતા બાદ હવે રાહુલ પણ કરશે વલસાડથી ચૂંટણીના શ્રીગણેશ
લોકસભા 2019ની ચુંટણીની જાહેરાત હજુ થઇ નથી. પરતું દેશભરમાં પ્રચારનો દૌર શરુ થઇ ગયો છે, ભાજપ અને કોંગ્રેસ સહીત અન્ય પાર્ટીઓએ પોત પોતાના ગણિતો બેસાડી સભા અને રેલી કરવા લાગી છે. ભાજપનું પલડું હાલ ભારે દેખાય રહ્યું છે. તો કોંગ્રેસની હાલત હજુ પણ સરકાર બનાવે તેવી દેખાય રહી નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતના વલસાડ જિલ્લાને ચુંટણી પ્રચારની શરૂઆત માટે પસંદ કર્યું છે. વલસાડની ભૂમિ એમ પણ રાજકારણ માટે નવી નથી. અને તેમાં પણ કોંગ્રેસ માટે તો નહિ જ , કારણ કે રાહુલ ગાંધીના દાદી સ્વ. ઇન્દિરા ગાંધી હોય કે પછી પિતા સ્વ. રાજીવ ગાંધી, માતા સોનિયા ગાંધીએ પણ વલસાડની ભૂમિથી ચુંટણી પ્રચાર શરુ કર્યો હતો.
તેજશ મોદી/સુરત: લોકસભા 2019ની ચુંટણીની જાહેરાત હજુ થઇ નથી. પરતું દેશભરમાં પ્રચારનો દૌર શરુ થઇ ગયો છે, ભાજપ અને કોંગ્રેસ સહીત અન્ય પાર્ટીઓએ પોત પોતાના ગણિતો બેસાડી સભા અને રેલી કરવા લાગી છે. ભાજપનું પલડું હાલ ભારે દેખાય રહ્યું છે. તો કોંગ્રેસની હાલત હજુ પણ સરકાર બનાવે તેવી દેખાય રહી નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતના વલસાડ જિલ્લાને ચુંટણી પ્રચારની શરૂઆત માટે પસંદ કર્યું છે. વલસાડની ભૂમિ એમ પણ રાજકારણ માટે નવી નથી. અને તેમાં પણ કોંગ્રેસ માટે તો નહિ જ , કારણ કે રાહુલ ગાંધીના દાદી સ્વ. ઇન્દિરા ગાંધી હોય કે પછી પિતા સ્વ. રાજીવ ગાંધી, માતા સોનિયા ગાંધીએ પણ વલસાડની ભૂમિથી ચુંટણી પ્રચાર શરુ કર્યો હતો.
બસ આજ રસ્તે હવે રાહુલ ગાંધી પણ આગળ વધી રહ્યા છે. આગામી 14મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી વલસાડના લાલ ડુંગરે મેદાનના ગ્રાઉન્ડ પર જંગી સભા સંબોધવા જઈ રહ્યા છે. જેની તૈયારીઓ પણ કોંગ્રેસ પાર્ટીએ શરુ કરી દીધી છે. ઇતિહાસના પાનામાં જોઈએ તેઓ જ્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી, ત્યાર બાદ ઇન્દિરા ગાંધી ખુબ જ ખરાબ રીતે હારી ગયા હતા.
દોસ્ત દોસ્ત ના રહા... મિત્રએ જ મિત્રને હનિટ્રેપમાં ફસાવી પડાવ્યા 10 લાખ
સત્તામાં મોરારજી દેસાઈ હતી, ઇન્દિરા ગાંધી માટે ફરીથી ઉભા થવું અઘરું હતું, તે સમયે લડાઈની શરૂઆત ક્યાંથી કરવી તે સૌથી મોટો સવાલ ઇન્દિરા ગાંધી માટે હતો, એવા સમયે વલસાડ ખાતે ઇન્દિરા ગાંધીની સભા યોજાઈ હતી. આ સભામાં ઐતિહાસિક કહી શકાય એટલી સંખ્યામાં લોકો ઇન્દિરા ગાંધીને જોવા અને સાંભળવા આવ્યા હતા. બસ તે દિવસ બાદ ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસે પાછળ ફરીને જોયું ન હતું.
સુરતના વેપારીઓ આવી રીતે કરી રહ્યા છે મોદીનો પ્રચાર, દેશભરમાં થઇ રહી છે ચર્ચા
આ સભા બાદ થયેલી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને પ્રચંડ બહુમત મળ્યો હતો. અને ઇન્દિરા ગાંધી ફરી દેશના વડપ્રધાન બન્યા હતા. આવી જ રીતે રાજીવ ગાંધી પણ લાલ ડુંગરે ખાતે સભામાં હાજર રહ્યા હતા. તો સોનિયા ગાંધીએ પણ અહીં લાખોની જનમેદનીને સંબોધી હતી. આમ કોંગ્રેસનો જુનો નાતો વલસાડ સાથે જોડાયેલો છે. અને ખુદ કોંગ્રસ પણ માને છે કે, વલસાડથી કરાયેલી શરૂઆત તેમને સત્તા સુધી પહોંચાડે છે.
સુરત: લોકસભાની ચૂંટણી પહેલા 55813 નવા મતદારનો થયો ઉમેરો
વલસાડ સાથે જોડાયેલી બીજી પણ એક મહત્વની વાત એ છે કે, જે પાર્ટીનો ઉમેદવાર વલસાડ લોકસભાની બેઠક જીતે છે તે પાર્ટી કેન્દ્રમાં સત્તા બનાવે છે. ચાહે તે વી પી સિંહની સરકાર હોય કે અટલ બિહાર વાજપેયી, મનમોહનસિંહ કે પછી નરેન્દ્ર મોદીની સરકાર. આમ અત્યાર સુધીનો આ રેકોર્ડ ક્યારેય તુટ્યો નથી. વલસાડના ઉમરગામ થી આદિવાસી પટ્ટો શરુ થઇ છેક અંબાજી સુધી જાય છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં આદિવાસીઓના વોટ ગુમાવનાર કોંગ્રેસ ફરીથી આ મત કબજે કરવા પણ વલસાડની ધરતીનો ઉપયોગ કરી શકે છે.