ઝી બ્યુરો/સુરત: ગણપતિ બાપાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના સૌથી મોટા આયોજકો પૈકીના એક ગણાતા દાળિયા શેરીના આયોજકોએ બાપ્પા અને ભક્તગણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ફાળવણી કરવા માટેની માંગ કરવામાં આવી છે. હાથરસમાં થયેલી ભાગદોડ અને બોમ્બ જેવી અફવાને પહોંચી શકાય તે માટે પ્રવેશ સ્થળોએ ફ્રેમ મેટલ ડિટેક્ટર પણ લગાવવાની માંગણી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મેઘતાંડવ! અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ, 24 કલાકમાં 13 હજાર લોકો તો..


મુંબઈ બાદ ગણેશ ઉત્સવની ધૂમ સૌથી વધારે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જોવા મળે છે. હજારોની સંખ્યામાં લોકો દરેક પંડાલમાં શ્રીજીના દર્શન માટે જાય છે. જેને લઈને આયોજકોમાં ચિંતા પણ છે હાથરસની ઘટના અને હાલમાં જ વીઆર મોલને ઉડાવી દેવાની માટે બે વખત ઇમેલ આવ્યા બાદ હવે સુરતના મુખ્ય આયોજકો દ્વારા પોલીસ પાસેથી અતિરિક્ત સુરક્ષા વ્યવસ્થા સાથે બોમ્બ ડિટેક્ટર સ્કોડ સહિતની માંગણી કરાઈ માંગણી કરવામાં આવી રહી છે.


રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી


સુરતના મહિધરપુરા દાળિયા શેરી દ્વારા હાલમાં જ પોલીસ કમિશનર પાસેથી વિસર્જન તથા દિવસો દરમિયાન યોગ્ય સુરક્ષાબળ ફાળવણી આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગયા વર્ષે એક જ દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો શ્રીજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આવી જ સ્થિતિ શહેરના દરેક ગણેશ ઉત્સવ મડળ ની છે. જ્યાં એક તરફ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દરરોજે શ્રીજીના દર્શન માટે આવે છે ત્યારે VVIP મહેમાનો પણ દર્શનાર્થે આવતા હોય છે. 


100 વર્ષ બાદ એક સાથે બનશે 2 શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળા માટે ગોલ્ડન પીરિયડ


આયોજન સમયે પોલીસે સુરક્ષાબળની માંગણી કરવા પાછળનું કારણ આયોજકો જણાવી રહ્યા છે કે, હાથ રસમાં બનેલી ઘટના અને ધાર્મિક પ્રસંગોમાં ટીખળખોર પ્રવૃત્તિ દ્વારા ભાગદોડની ઘટના ઘટિત કરવામાં આવે છે આવી કોઈ ઘટના ન થાય આ માટે આ માંગણી કરાઈ છે. મુંબઈમાં પણ મોટા મંડપોને આ પ્રકારે સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે જેથી ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પાર પડી શકાય. ટ્રાફિક નિયમન સાથે બોમ્બ સ્કોડ, અતિરિકત પોલીસ જવાન, સહિત સુરક્ષા વ્યવસ્થા પ્રદાનની માંગ કરાય છે.