ગૃહમંત્રી બાદ ડે.સીએમ નીતિન પટેલની પણ થશે સર્જરી, મુંબઇની હોસ્પિટલમાં કરાયા દાખલ
ગુજરાતના મંત્રીમંડળમાં એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે ગુરુવારે મુંબઇ પહોંચી ગયા છે.
ગાંધીનગર: ગુજરાતના મંત્રીમંડળમાં એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે ગુરુવારે મુંબઇ પહોંચી ગયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની- રિપ્લેસમેન્ટ સર્જરી માટે ગુરૂવારે મુંબઈ સ્થિત બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. શુક્રવારે તેમના ઘુંટણના ભાગે સર્જરી થશે. રવિવારે તેમને રજા આપી દેવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે તેમ જણાવ્યુ હતુ.
મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં થશે સર્જરી
છેલ્લા કેટલાય સમયથી ધૂંટણની તકલીફને કરાણે આખરે નીતિન પટેલે ઘૂંટણની સર્જરી કરાવાનો નિર્ણય કરી લીધો છે. નીતિન પટેલ મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં જોઇન્ટ રીપ્લેસમેન્ટ માટે ગુરુવારે પહોંચી ગયા છે. તેમના ઘૂંટણની સર્જરી તા. 30 નવેમ્બર, શુક્રવારે રોજ થશે. તથા 2 દિવસ સુધી તેમનું હોસ્પિટલમાં જ નિરિક્ષણ કરવામાં આવશે. અને રવિવાર સુધીમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ત્યાર બાદ તેઓ 2 અઠવાડિયા સુધી આરામ કરશે.
વધુ વાંચો...30 કલાકમાં જ સુંદરસિંહ ચૌહાણે ફરી પાછો કેસરીયો ધારણ કર્યો
જોઇન્ટ રીપ્લેસમેન્ટ માટે મુંબઇ પહોચ્યા નીતિન પટેલ
રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં જોઇન્ટ રીપ્લેસમેન્ટ માટે ગુરુવારે પહોંચી ગયા છે. તેમના ઘૂંટણની સર્જરી તા. 30 નવેમ્બર, શુક્રવારે રોજ થશે. નીતિન પટેલ પર શુક્રવારે સર્જરી થઇ ગયા પછી તેઓ રવિવારે ગુજરાતમાં પરત ફરશે તેવું હાલના તબક્કે આયોજન છે. ઉલ્લેખનીખ છે કે, નીતિન પટેલ છેલ્લા બે વર્ષથી ઘૂંટણના સાંધાના ઘસારાથી પીડાતા હતા. તબીબની સલાહ પછી તેમણે ઘૂંટણની સર્જરી કરાવવાનું નક્કી કરતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.