અમદાવાદઃ ગુજરાતીઓને વરસાદમાં મુશ્કેલી, વરસાદ પછી પણ મુશ્કેલી...પહેલા રોડ પર પાણી હતા અને હવે રોડ પર ખાડા છે...એવા ખાડા કે જે વાહનચાલકોને દિવસે ડાન્સ કરાવે છે અને રાત્રે અકસ્માતને નોંતરે છે...રાજ્યનું પાટનગર હોય કે પછી આર્થિક પાટનગર...રોડ પર ખાડા જ ખાડા છે...જુઓ અમદાવાદ અને ગાંધીનગરમાં પડેલા ખાડાઓનો આ ખાસ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોળા દિવસે ડિસ્કો કરવો હોય અને મફતમાં રાઈડની મજા માણવી હોય તો દેશવાસીઓ તમારે પાટનગર ગાંધીનગર આવવું પડશે...હાં ખાડાનગર ગાંધીનગરમાં...અહીં વાહનચાલકોના મણકાં તુટવાની અને કમર ભાંગવાની ગેરંટી છે...સાથે જ હાડકાં તો ભાંગીને ભૂકો થઈ જશે...કારણ કે રાજ્યની રાજધાની ગાંધીનગર ખાડાનગર બની ગયું છે...જ્યાંથી રાજ્યનું સંચાલન થાય છે ત્યાં જ જો આવી સ્થિતિ હોય તો પછી અન્ય શહેરો કે ગામની તો વાત જ ન કરી શકાયને?...


ગાંધીનગર શહેરના આંતરિક રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે...નવા નક્કોર વાહનોને ભંગાર બનાવી રહ્યા છે...અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે...રોડ પર મસમોટા ખાડા છે, તમામ રોડ ઉબડખાબડ થઈ ગયા છે...પણ અધિકારી હોય કે પદ્દાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતાં...કોઈએ આ ખાડાને પુરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી...જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ થઈ ગયા છે.


આ પણ વાંચોઃ કેન્સરગ્રસ્ત દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવામાં લાગી ગયું હોસ્પિટલ ટ્રસ્ટ


રાજ્યની રાજધાની ગાંધીનગર તો ખાડાનગર બની ગયું છે....હવે તમે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને પણ જોઈ લો...સ્માર્ટ સિટીના દાવા, રાજ્યનું સૌથી મોટું મહાનગર, સૌથી ધનાઢ્ય કોર્પોરેશન, સૌથી વધુ ટેક્સ આપતા શહેરીજનો...બધુ સૌથી વધુ હોવાની સાથે સૌથી વધુ ખાડા પણ અમદાવાદમાં જ છે...અમદાવાદના દરેક રોડ રસ્તા ખખડી ગયા છે.


વર્લ્ડ હેરિટેજ સિટીની કોર્પોરેશનના પાપે થયેલી આ દશાથી શહેરીજનો આક્રોશિત છે...ચંદ્રની સપાટી જેવા રોડ પરથી પસાર થવા માટે વાહનચાલકો મજબૂર છે...જાણી જોઈને અને તગડો ટેક્ષ લઈને પણ પ્રજાને ખાડામાં નાંખવાનું કામ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશો કરી રહ્યા છે....


ખાડા અને સાવ બિસ્માર થઈ ગયેલા રોડના દ્રશ્યો જોઈ એ તો સ્પષ્ટ થાય છે કે આમાં તગડી કાળી કમાણી અધિકારીઓ અને સત્તાધીશોએ કરી છે...ટેબલ નીચેના મોટા વ્યવહારો થયા છે...જો બધુ જ નિયમ મુજબ થયું હોત તો આ રોડની ગુણવત્તા સામે સવાલ ન ઉઠતાં...ખેર, ખરાબ રોડના રિપેરિંગ અને વૈકલ્પિક રસ્તા બનાવવાની પણ કોર્પોરેશને હજુ સુધી દરકરાર નથી લીધી.


આ પણ વાંચોઃ કંડલા બંદરે ગેરકાયદે દબાણો કરાયા દૂર, 600થી વધુ ઝૂંપડા હટાવાયા, 200 એકર જમીન થઈ ખાલી


શહેરીજનોએ આ ખખડેલા અને કમર તોડનારા રોડની અનેક ફરિયાદો કરી છે...પણ નાગરિકોને સાંભળે કોણ?...અમદાવાદ કોર્પોરેશન એવું માની રહ્યું છે કે પ્રજા તો માત્ર ટેક્ષ આપવા જ બંધાયેલી છે...પ્રજાને સુવિધા માંગવાનો કોઈ જ અધિકાર નથી...અમે જે કરીએ તે કરવા દેવાનું...અને અમે જે આપીએ તે લઈ લેવાનું...કોઈ જ માંગણી નહીં કરવાની.


રાજધાની અને આર્થિક રાજધાનીના રોડથી પ્રજા પરેશાન છે, સત્તાધીશો એવું સમજી રહ્યા છે કે પ્રજા મૂર્ખ છે. અમારી ઈચ્છા મુજબ બધુ જ કરીશું...પણ સત્તાધીશો એટલું યાદ રાખજો કે જ્યારે વારો આ જ પ્રજાનો આવ્યો ત્યારે હિસાબ એવો લેશે કે પાંચ વર્ષ સુધી દેખાશો નહીં...વ્યાજ સાથે એવી ચુકવણી કરશે કે સામેની સીટ પર પણ બેસવા લાયક નહીં રાખે...એટલે હજુ સમય છે, શાનમાં સમજી જાઓ અને પ્રજાને પડી રહેલી આ પરેશાનીમાંથી જલદી બહાર કાઢો.