અર્પણ કાયદાવાલા/અમદાવાદ: પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવાયા બાદ હવે જમવામાં વપરાકી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ આ પ્રતિબંધ લાગુ કર્યો છે. જેમાં 50 માઈક્રોનથી ઓછી જાડાઈની વપરાતી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં 50 માઈક્રોનથી ઓછી જાડાઈના ચમચી, કપ, છરી, કાંટા કે પ્લાસ્ટિકની ઓછી જાડાઈની ડિશનો વપરાશ નહીં કરી શકાય. જો કોઈ વ્યક્તિ દ્વારા નિયમ ભંગ કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી થશે અને તેને 100 રૂપિયાથી લઈને 50 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. હવે મહાનગર પાલિકાએ આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવાનું નક્કી કરી લીધુ છે.


વધુમાં વાંચો...DG કોન્ફરન્સ: ગુહમંત્રી રાજનાથ સિંહ પહોચ્યા ટેન્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત


વપરાશકર્તાઓએ આ બધી વસ્તુઓનું વર્ગીકરણ કરવું પડશે. રાજ્ય સરકારના જે નિર્દેશો છે તેનું પાલન કરાવામાં આવશે. મહત્વનું છે કે, અત્યારે લગ્ન સમારોહના જમણવારમાં થતા કે પછી હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં અથવા તો બર્થ-ડે પાર્ટીઓમાં નાસ્તામાં અને જમવામાં પ્લાસ્ટિકની વસ્તુઓનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. જેમાં ડિશથી લઈને કપ અને ચમચીઓ પણ પ્લાસ્ટીકના હોય છે.