દ્વારકામાં બે વર્ષ બાદ યોજાશે દેશ-વિદેશમાં જાણીતો ફૂલડોલ મહોત્સવ, શું તમે જવાના હોય તો વાંચી લેજો આ નિર્ણય!

ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હોળી - ફુલડોલનું અનેરું મહત્વ હોવાથી મોટી સંખ્યામા ભક્તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ સંગ ફુલડોલના ખાસ દર્શન કરવા તેમજ ભગવાન સંગ ધુળેટી રમવા દૂર દૂરથી પગપાળા આવતા હોય છે.
ઝી ન્યૂઝ/દ્વારકા: ફુલડોલ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હોળીના તહેવારમાં કૃષ્ણધામ દ્વારકામાં ફુલડોલનું અનોખું મહત્વ હોય છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ કૃષ્ણ સંગ ફુલડોના દર્શન કરવા માટે ઉમટતા હોય છે. ત્યારે ભક્તોને દર્શનમાં કોઈ મુશ્કેલી ના પડે તેના માટે તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. મહત્વનું છે કોરોનાના લીધે બે વર્ષ બાદ આ વર્ષે દ્વારકામાં ફુલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થવાની છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે ભીડ ના થાય અને કોઈ અવ્યવસ્થા ના સર્જાય તેના માટે મંડપો બાંધવા સાથે બેરિકેટ પણ લગાવ્યા છે. સાથે ભક્તોના રોકાવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 18 માર્ચે રંગેચંગે ફુલડોલ ઉત્સવની ઉજવણી થશે.
યાત્રાધામ દ્વારકા ખાતે આ વખતે બે વર્ષ બાદ ફુલડોલ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થવાની હોઈ તે માટે તંત્રએ તડામાર તૈયારીઓ આરંભી છે. ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હોળી - ફુલડોલનું અનેરું મહત્વ હોવાથી મોટી સંખ્યામા ભક્તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ સંગ ફુલડોલના ખાસ દર્શન કરવા તેમજ ભગવાન સંગ ધુળેટી રમવા દૂર દૂરથી પગપાળા આવતા હોય છે. ત્યારે ભક્તોને દર્શનમાં કોઈ કચાસ ના રહી જાય તેવા ઉદ્દેશથી તંત્ર તેમજ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા ફુલડોલ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ આદરી દેવાઈ છે.
અત્રે ઉલેખનીય છે કે કોરોનાકાળ બાદ આ વર્ષે દ્વારકામાં બે વર્ષ બાદ ફુલડોલ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાય રહ્યો હોવાથી ભક્તોની ભીડ વધવાની શક્યતા હોઈ તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે, ત્યારે દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે. અલગ પાર્કિંગ જોન કરવામાં આવ્યા છે. એટલું જ નહિ પગપાળા આવતા યાત્રિકોને રસ્તા પર પરેશાની ના થાય તે હેતુથી વન સાઈડ રોડ જાહેર કરાયા છે, તો હાઇવે પર કોઈ અકસ્માત ના થાય તે માટે ગતિ મર્યાદા પણ તંત્ર દ્વારા નક્કી કરી દેવાય છે.
બીજી તરફ દ્વારકા પધારતા ભક્તો માટે હોટેલ ધર્મશાળામા વધુ ભાડા ના લેવાય તેનું પણ ધ્યાન તંત્ર દ્વારા લેવાય રહ્યું છે તો મોટી સંખ્યામાં આવતા ભક્તોને જમવાનો આહાર પણ ઉતમ મળે તે માટે ફૂડ વિભાગને પણ એલર્ટ રખાયું છે. એટલું જ નહિ અહી પધારતા ભક્તોને તબીબી સારવારની જરૂર પડે તો તે માટે અલયાદી આરોગ્યની ટીમ પણ તંત્ર દ્વારા અહી તેનાત કરાઇ છે.
સાથે જ આટલી મોટી ભીડમાં કોઈ અનિચ્છીનય ઘટના ના બને તેના માટે વધારાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. ત્યારે તંત્ર અને મંદિર સમિતિ દ્વારા ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રમવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવમાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા 18 તારીખના ફુલડોલ ઉત્સવનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ સંગ હોળી ઉજવવા અધિરા બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube