વડોદરા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ટિકીટનું સૌથી મોટુ કૌભાંડ ફરી એકવાર પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. 8 પ્રવાસીઓ પાસેથી ટિકિટનાં સાચા દર કરતા વધારે નાણા વસુલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્ટેચ્યુ ખાતે 16 ફેબ્રુઆરી 2020નાં રોજ આ કૌભાંડ બહાર આવ્યું હતું. રાજકોટની એક ટ્રાવેલ કંપની દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. હાલ તો આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ છો ટ્રમ્પ? નહી પરંતુ નમસ્તે ટ્રમ્પની થીમ પર સમગ્ર આયોજન કરવામાં આવશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટિકિટનાં દરમાં છેતરપીંડી થતી હોવાનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 8 પ્રવાસીઓ પાસે વ્યુઇંગ ગેલેરીનાં 380 રૂપિયાનાં બદલે 420 રૂપિયા રાજકોટની એક ટ્રાવેલ એજન્સી દ્વારા વસુલવમાં આવ્યા હતા. ટિકિટની પીડીએફ સાથે આ છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ટિકિટની પીડીએફનાં દરમાં વધારો કરીને પ્રિન્ટ કાઢવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટિ પોલીસ સ્ટેશનનાં જાગૃત પીએસઆઇ કે.કે પાઠક દ્વારા આ સમગ્ર કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું.


સરકારની LRD મુદ્દે જાહેરાત:સવર્ણ/અનામત બંન્ને વર્ગો નાખુશ, આંદોલન યથાવત્ત
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળીનાં સમયે ટિકિટની ઝેરોક્ષ કાઢીને લોકોને ઘુસાડવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જો કે ત્યારે ટિકિટનાં બારકોડ મશીનમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ કઢાયું હતું. પરંતુ પોલીસ દ્વારા વિગતે તપાસ કરતા એક ટિકિટની ત્રણ ત્રણ ઝેરોક્ષ ફરતી હોવાનું સામે આવ્યું હતું. જેથી જ આ ટિકિટનાં કોડ સ્કેન નહી થઇ શકતા હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે આ સમગ્ર મુદ્દે તપાસ ચાલુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube