અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતના નાનામાં નાના ગામડા સુધી કોરોના (corona virus) પહોંચી ગયો છે. આવામાં ગુજરાતમાં ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે એગ્રેસિવ ટેસ્ટીંગ પર કામ કરાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ટેસ્ટીંગ વધારાઈ રહ્યું છે. અમદાવાદ (ahmedabad) શહેરમાં પુનઃ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે AMC દ્વારા એગ્રેસિવ ટેસ્ટિંગ પર ભાર મૂકાયો છે. નદીની પશ્ચિમ તરફના વિસ્તારમાં કેસમાં વધારો થયો છે. તો ઉત્તર પશ્ચિમ ઝોનના વોર્ડમાં નોંધનીય વધારો થયો છે. આજે બોડકદેવ વોર્ડમાં 135 ટીમ દ્વારા એગ્રેસિવ ટેસ્ટિંગ હાથ ધરાયુ છે. વિસ્તાર ની દરેક સોસાયટીમાં ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. 


આ પણ વાંચો : કંગનાનું સુરક્ષા કવચ બનશે ગુજરાતની કરણી સેના, ઘરે સુધી સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી લીધી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોડકદેવ વિસ્તારના કોર્પોરેટર કાંતિભાઈ પટેલે કહ્યું કે, અમદાવાદ શહેરમાં પુનઃ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી AMC દ્વારા એગ્રેસિવ ટેસ્ટિંગ પર ભાર મૂકાયો છે. નદીના પશ્ચિમ તરફના વિસ્તારમાં કેસમાં એકાએક વધારો થયો છે. તો ઉત્તર પશ્ચિમ ઝોનના વોર્ડમાં નોંધનીય વધારો થયો છે. જેથી આજે બોડકદેવ વોર્ડમાં 135 ટીમો દ્વારા એગ્રેસીવ ટેસ્ટિંગ હાથ ધરાયુ હતું. બોડકદેવ વિસ્તારની દરેક સોસાયટીમાં ટેસ્ટિંગ ઝુંબેશ હાથ ધરાશે. દિવસ દરમ્યાન 10000 થી વધુ ટેસ્ટ કરવાનું આયોજન કરાયું છે. 


કોરોના મામલે amc ની ટીમ અમદાવાદમાં વધુ સક્રિય કામગીરી કરી રહી છે. પશ્ચિમ વિસ્તારમાં કેસ વધતા મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરાયા છે. ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા 125 ટીમ ઉતારવામાં આવી છે. તો ગોતા, ચાંદલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં સામુહિક ટેસ્ટીંગ હાથ ધરાયું છે. 


આ પણ વાંચો : જમીન પચાવી પાડવાનો ખેલ હવે ગુજરાતમાં નહિ ખેલાય, આવ્યા મોટા બદલાવ 


આ વચ્ચે મોટા સમાચાર એ છે કે, ભારતે કોરોનાના 5 કરોડ સેમ્પલ ટેસ્ટિંગ પાર કર્યાં છે. છેલ્લા 1 કરોડ સેમ્પલ ટેસ્ટિંગ ફક્ત 10 દિવસમાં પૂરા કર્યાં છે. દેશમાં કોવિડ-19 ટેસ્ટિંગ લેબોરેટરીઓની સંખ્યા 1688 પર પહોંચી ગઈ છે. ભારતમાં કોવ્ડ-19 ટેસ્ટિંગની વ્યૂહરચના ઘડવા માટેની પ્રમુખ સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) એ 7 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોનાના 5 કરોડ સેમ્પલ ટેસ્ટિંગ પૂર્ણ કર્યા છે. દરરોજ 10 લાખ કરતા વધુની સરેરાશ સાથે ભારતે 7 સપ્ટેમ્બર, 2020 સુધીમાં 5,06,50,128 સેમ્પલ ટેસ્ટ્સ પૂરાં કર્યા છે. છેલ્લા 1 કરોડ સેમ્પલ ટેસ્ટિંગ ફક્ત 10 દિવસમાં હાંસલ કર્યા છે. ભારતભરમાં આવેલી કોવિડ-19 ટેસ્ટિંગ ડાયાગ્નોસ્ટિક લેબ તેમજ કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સક્રિય સહયોગને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકી છે.


આ પણ વાંચો : કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ પૂરી, આજથી ગુજરાતમાં હેલ્મેટ માટે થશે 500 રૂપિયાનો દંડ