Ahmedabad: અમેરિકાની એજીલન્ટ ટેક્નોલોજીસએ GTU ને ભેટ આપ્યું અદ્યતન RTPCR મશીન
દેશભરમાં જોવા મળેલી કોરોનાની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ (Gujarat Technology University) કરેલી કામગીરીને બિરદાવવામાં આવી છે
અતુલ તિવારી/ અમદાવાદ: દેશભરમાં જોવા મળેલી કોરોનાની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ (Gujarat Technology University) કરેલી કામગીરીને બિરદાવવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થા (Educational Institution) હોવા છતાં GTU એ પોતાની પાસે રહેલા RTPCR મશીનનો ઉપયોગ કરી જે સામાજિક જવાબદારી નિભાવી કોરોના ટેસ્ટ (Corona Test) કર્યા એ અંગેની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે.
USA ની એજીલન્ટ ટેક્નોલોજીસ (Agilent Technologies) દ્વારા GTU ને 29 લાખ રૂપિયાનું અદ્યતન RTPCR મશીન ભેટ આપવામાં આવ્યું છે. GTU ને ભેટમાં મળેલા RTPCR મશીનના માધ્યમથી કોરોના ટેસ્ટ (Corona Test) સિવાય સ્વાઇન ફલૂ (Swine flu), ટીબી (TB), થેલેસેમિયા (Thalassemia), જિન એક્સપ્રેશન સ્ટડીઝ, બેક્ટેરિયા - વાયરસ કે ફંગસનો (Fungus) લોડ જાણી શકાય તે પ્રકારના ટેસ્ટ કરી શકાશે.
આ પણ વાંચો:- રથયાત્રા સંપન્ન : મંદિરની બહાર આખી રાત રહેલા ભગવાનને અંદર પ્રવેશ અપાયો
સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખી GTU એ કરેલી કોરોના ટેસ્ટિંગની (Corona Test) કામગીરીને ધ્યાને લઇ 29 લાખ રૂપિયાનું RTPCR મશીન ભેટ આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ - મે મહિનામાં જ્યારે મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવ્યા હતા તે સમયે GTU એ 3 હજાર જેટલા ટેસ્ટ કર્યા હતા જેમાંથી 1200 જેટલા કેસો પોઝિટિવ આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube