ઝી બ્યુરો/ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત સરકારે એક એવી કંપની સાથે MOU કર્યા, કે જેના કારણે આગામી સમયમાં ગુજરાતમાં બંદરોનો નકશો જ બદલાઈ જશે. દરિયા કાંઠે બંદરો વિકસાવવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે થયેલા હસ્તાક્ષરથી ગુજરાતની સાથે ભારતના પણ બંદરોની સ્થિતિ બદલાઈ જશે. કઈ છે આ કંપની અને તેનાથી શું થશે ફાયદો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એક બાદ એક અનેક દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણનો ધોધ વહાવી રહી છે. ત્યાં ગુજરાત સરકાર સાથે એક એવી કંપનીએ MOU કર્યા કે જેના કારણે ગુજરાતના દરિયાની તસ્વીર જ બદલાઈ જશે. ગુજરાત અને ભારતના બંદરોની સ્થિતિ બદલી નાંખશે. UAEની દિગ્ગજ કંપની ડીપી વર્લ્ડે 25 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી છે. 


કઈ કંપની સાથે MOU?


  • UAEની દિગ્ગજ કંપની ડીપી વર્લ્ડે 25 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી.


25 હજાર કરોડના રોકાણની જે જાહેરાત કરવામાં આવી તે અંતર્ગત નવા બંદરો, આર્થિક ઝોનનો વિકાસ થશે. કંપનીએ જ્યારે ગુજરાત મેરિટાઈમ બોર્ડ સાથે હસ્તાક્ષર કર્યા ત્યારે પ્રધાનમંત્રી મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ હિન જાયદ અલ નાહયાન પણ હાજર રહ્યા હતા. 


  • ગુજરાતના બંદરોનો બદલાઈ જશે નકશો

  • વિશ્વની દિગ્ગજ કંપની સાથે MOU

  • UAEની મોટી કંપની સાથે કરાર પર હસ્તાક્ષર

  • ડીપી વર્લ્ડે 25 હજાર કરોડના રોકાણની કરી જાહેરાત


આ કરારથી દક્ષિણ ગુજરાત અને કચ્છ તરફ પશ્ચિમ કિનારે બહુહેતુક બંદરો, જામનગર અને કચ્છમાં વિશેષ આર્થિક ઝોન અને ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ અને દહેજ, વડોદરા, રાજકોટ, બેડી અને મોરબીમાં ખાનગી માલવાહક સ્ટેશનો વિકસાવશે. ડીપી વર્લ્ડે ગુજરાતના દરિયાકાંઠે વધારાના બંદરો વિકસાવવાની તકો ઓળખવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતમાં, ડીપી વર્લ્ડ પહેલાથી જ અમદાવાદ અને હજીરા ખાતે રેલ-લિંક્ડ ખાનગી નૂર ટર્મિનલ અને મુન્દ્રા ખાતે કન્ટેનર ટર્મિનલનું સંચાલન કરે છે. 


MOUથી શું થશે ફાયદો?


  • દક્ષિણ ગુજરાત અને કચ્છ તરફ પશ્ચિમ કિનારે બહુહેતુક બંદરો

  • જામનગર, કચ્છમાં વિશેષ આર્થિક ઝોન, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ

  • દહેજ, વડોદરા, રાજકોટ, બેડી, મોરબીમાં ખાનગી માલવાહક સ્ટેશનો વિકસાવશે

  • ડીપી વર્લ્ડે ગુજરાતના દરિયાકાંઠે વધારાના બંદરો વિકસાવવા કર્યા MOU

  • ડીપી વર્લ્ડ પહેલાથી જ અમદાવાદ, હજીરામાં રેલ-લિંક્ડ ખાનગી નૂર ટર્મિનલ

  • મુન્દ્રા ખાતે કન્ટેનર ટર્મિનલનું સંચાલન કરે છે


વાઈબ્રન્ટ ગુજરાતમાં અનેક દિગ્ગજ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત વિશાળ દરિયા કાંઠે ધરાવતું રાજ્ય છે. ત્યારે આ કરારથી ગુજરાતને બહુ મોટો ફાયદો થશે. સાથે જ હજારો લોકો માટે રોજગારીની નવી તક ઉભી થશે.