ગાંધીનગર : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કફોડી સ્થિતી થઇ છે. જેના કારણે લાંબા સમયથી પાક વિમાના વળતર માટે માંગ ઉઠી રહી હતી. સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરીને રાહત જાહેર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા. જેના પગલે આજે કૃષી વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યનાં કૃષી વિભાગ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર જે ખેડૂતોએ બેંકમાંથી પાક ધિરાણ મેળવ્યું હશે તેમને રાહત મળશે. આ ઉપરાંત વડાપ્રધાન પાક વિમા યોજના અંતર્ગત ખેડુતો પાસે નુકસાન અંગેની અરજીઓ પણ મંગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત: પાછોતરા વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ, પાક.ના નામે માત્ર ફોફા જ બચ્યા
PM મોદીના આગમનને પગલે 31મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નાગરિકો માટે બંધ!
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે ખેતીમાં ખેડૂતોને ખુબ જ નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ 29 જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદનાં કારણે ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો જ છે સાથે સાથે દિવાળી બાદ પડેલા વરસાદનાં કારણે શિયાળુ પાક પણ લઇ શકાય તેમ નથી. જેના કારણે ખેડૂતોની ચોમાસુ અને શિયાળુ બંન્ને સિઝન બગડી છે. જેના કારણે લાંબા સમયથી ખેડૂતો દ્વારા પાક વિમા અંગે માંગણી કરવામાં આવી રહી હતી. જે આખરે ગુજરાત  સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી રહી છે.


* કમોસમી વરસાદને કારણે પાકને થયેલ નુકશાન મામલો
* રાજ્યના કૃષિ વિભાગે પાકના નુકશાન અંગે અરજીઓ મંગાવી 
* જે ખેડૂતોએ પાક ધિરાણ મેળવેલ હોય તેને મળશે લાભ
* વીમા કંપનીના કોલ સેન્ટરમાં ખેડૂતોએ જાણ કરવાની રેહશે
* ખેડૂતોને પાક નુકશાની મામલે હાથ ધરાશે સર્વે 
* વીમા કંપની દ્વારા હાથ ધરશે સર્વે 
* પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના અંતર્ગત હાથ ધરાશે સર્વે
* તાલુકા કક્ષાએ કરવાની રેહશે લેખિતમાં અરજી